રાજ્યમાં સિંહોની સંખ્યામાં વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં એક અંદાજ મુજબ હાલ 600 જેટલાં સિંહો નોંધાયાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વનવિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક ગણતરીમાં સિંહોની સંખ્યામાં વધારો જોવાં મળ્યો છે. ગીર કાંઠાનાં ગામ તથા બૃહદ ગીરમાં 60થી વધુ બાળ સિંહ નોંધાયાં હતાં. અમરેલીનું જંગલ સિંહબાળોથી ગુંજી ઉઠ્યું છે.
મહત્વનું છે કે, કેનાઈન ડિસટેમ્બર નામક વાયરસનાં કારણે 24 સિંહોનાં મોત થયાં હતાં. દલખાણીયામાં એક સાથે 24 સિંહોનાં મોત થતાં સિંહોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ત્યારે પૂનમનાં દિવસે વનવિભાગ દ્વારા સિંહોની ગણતરી કરવામાં આવી હતી. 2015ની સિંહ ગણતરીમાં 511 જેટલાં સિંહ નોંધાયાં. ત્યારે હવે ગણતરી કરતાં 600 જેટલાં સિંહો નોંધાયાં છે.