Monsoon: ગુજરાતભરમાં વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જેમાં રાજ્યમાં વરસાદને કારણે માર્ગો પર અસર થઈ છે. રાજ્યમાં કુલ 41 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 41 રસ્તાઓ બંધ થઈ ગયા છે. પોરબંદરમાં સૌથી વધુ 17 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જૂનાગઢના 12 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. 25 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થઈ ગયા છે.
નોંધનીય છે કે ભારે વરસાદને કારણે 6 રાજ્ય ધોરીમાર્ગો અને 25 પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ થઈ ગયા છે.
અને અન્ય 10 રસ્તાઓ બંધ છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. ખાસ કરીને પોરબંદરમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો અને શહેર વરસાદથી ભીંજાઈ ગયું હતું. અનેક જગ્યાએ પાણીની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદના કારણે કલ્યાણપુરમાં 10 ઈંચ, રાણાવાવમાં 9 ઈંચ, પાટણ, વેરાવળ કેશોદમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાતા જિલ્લાના અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. આ ઉપરાંત જૂનાગઢના વંથલી અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 7 ઈંચ જેટલો વરસાદ થયો હતો. જામજોધપુર, કુતિયાણા, માણાવદરમાં 5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
કચ્છ પર સાયક્લોનિક સરક્યુલેશનને કારણે અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
પોરબંદર ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. પોરબંદરમાં આકાશી આફતના કારણે વોટર બોમ્બની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદના કારણે જિલ્લાના અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. બીજી તરફ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.