Rajnikumar Pandya passes away: ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન, આવતીકાલે અંતિમવિધિ યોજાશે
Rajnikumar Pandya passes away: પ્રખ્યાત સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે અવસાન થયું છે. મળતી માહિતી મુજબ, 15 માર્ચ 2025ની રાત્રે ટૂંકી બીમારી બાદ તેમનું નિધન થયું. આવતીકાલે સવારે તેમની અંતિમવિધિ કરવામાં આવશે.
રજનીકુમાર પંડ્યાનો સાહિત્યક્ષેત્રમાં અમૂલ્ય ફાળો
રજનીકુમાર પંડ્યા પ્રખર પત્રકાર, નવલકથાકાર, વાર્તાકાર અને ચરિત્રનિબંધોના લેખક હતા. તેમણે ગુજરાતી ભાષાને અનેક યાદગાર કૃતિઓ આપી હતી. તેમના નવાલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને જીવનચરિત્રો ગુજરાતી સાહિત્યમાં ખુબ લોકપ્રિય રહ્યા છે.
સન્માન અને પુરસ્કારો
ગ્રામ પત્રકારત્વ માટે રાજ્ય સરકારના ઍવૉર્ડ અને સ્ટેટ્સમેન ઍવૉર્ડ પ્રાપ્ત
ટૂંકી વાર્તા માટે “સરોજ પાઠક ઍવૉર્ડ” અને “ધૂમકેતુ ઍવૉર્ડ”
2003માં “કુમાર સુવર્ણચંદ્રક”થી નવાજાયા
ગુજરાતી સાહિત્ય અકાદમીના પાંચ ઍવોર્ડ
ગુજરાતી સાહિત્ય પરિષદના ઍવોર્ડ
ગુજરાત સરકાર તરફથી પત્રકારિત્વ માટે “ઉત્તમ ઍવોર્ડ”
“હરિ ઓમ આશ્રમ ઍવોર્ડ” અને “સ્ટેટ્સમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો ઍવોર્ડ”
“દૈનિક અખબાર સંઘ ઍવોર્ડ”
રજનીકુમાર પંડ્યાનું અવસાન ગુજરાતી સાહિત્ય માટે એક મોટી ખોટ છે. તેમના શ્રેષ્ઠ સર્જનો સાહિત્યરસિકો માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે.