Sajid Kothari સુરતની લાજપોર જેલમાં તેની દાદાગીરી અને સંગઠીત ગુનેગારો સાથે વધારે સંગઠિત થઈ રહ્યો હોવાથી તેને પોરબંદર મોકલી આપ્યો
Sajid Kothari પણ પોરબંદર આવતાની સાથે જ તેણે દાદાગીરી શરૂ કરી હતી.
23 જૂન 2024માં આવતાની સાથે જ તેમણે જેલમાં જાહેર કર્યું હતું કે, ગુજકોટોકમાં અહીં આવ્યો છું. હું સુરતનો ડોન છું, એવું કહીને સજ્જુ કોઠારીએ પોરબંદર પોલીસ સાથે દાદાગીરી હતી. પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
માથુ અથડાવ્યું
પોરબંદરની ખાસ જેલમાં સુરતના સજ્જુ કેદીએ બ્લેક બોર્ડમાં જાતે માથું અથડાવીને પોતાને ઈજા પહોંચાડી હતી. પોલીસ સાથે ઝપાઝપી કરતા ફરજમાં રૂકાવટ હેઠળ તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે, જેલની કહાની તો કંઈક જૂદી છે. આજે એ જ પોલીસ સજ્જુની ઈચ્છાઓ પુરી કરે છે.
કેદી નંબર એક
પોરબંદર ગુના શોધક બ્રાંચના પોલીસ, બોમ્બ નાશક ટુકડી, કમલાબાગ પોલીસ મથકના પોલીસ દ્વારા પોરબંદર જેલની તપાસ કરી હતી.
વોર્ડ નંબર 2માં બેરેક નંબર 6માં રહે છે.
તેની બેરેકમાંથી પોલીસ માટે ગમે તેમ બોલવા લાગ્યો હતો. રોફ જમાવતો હતો. પોલીસને કેમ ફ્સાવવા તે હું સારી રીતે જાણું છું, તેમ કહી માથું અથડાવતાં તેની આંખ પાસે અને શરીરે ઈજા થઈ હતી. એવો પોલીસનો દાવો છે.
પોલીસ વિરુદ્ધ ખોટી ફરિયાદ કરીને જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે જેલ અધિક્ષકને અહેવાલ મોકલ્યો હતો.
પોલીસ સાથે ગાળાગાળી તથા ઝપાઝપી કરી હોવાનો પોલીસવનો દાવો છે.
પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે તેને સીધી રીતે ચાલીને બેરેકમાં જવાનું કહ્યું હતું, તેથી સજ્જુએ બબાલ કરી હતી.
તેને જેલ અધિક્ષકની કચેરીમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પણ દાદાગીરી તથા ઝપાઝપી કરી હતી.
પોલીસ ખાતામાં છો એટલે શું થયું? હું કોઈથી ડરતો નથી. હું સુરતનો ડોન છું.
હું તમો બધાને જેલમાંથી છુટીને મારી નાખીશ. તેવી ધમકીઓ આપી હતી.
વળી,
સજ્જુને પોરબંદર જેલમાં દોઢ મહિના પહેલા માર્યો હતો. અહીં એક પી આઈ વોન્ટેડ ભાજપના નેતાના ભાઈ સાથે જેલમાં વાત કરી રહ્યા હતા ત્યારે સજ્જુએ બબાલ કરતાં તેને માર માર્યો હતો. પોરબંદરમાં ફોર્ચ્યુનર અથડાવીને મર્ડર થયા હતા તે અંગે પોલીસ અધિકારી વાત કરી રહ્યાં હતા. ત્યારે સજ્જુએ પોલીસને તેની કચેરીમાં જઈને વાક કરવાનું કહેતાં બબાલ થઈ હતી. આ કેસમાં ભાજપના કાઉન્સિલર વોન્ટેડ છે. થોડા સમય માટે જેલમાં મળતી સેવા તેના માટે બંધ કરાવી દીધી હતી. ટિફિન આવતું બંધ કરાવી દીધું હતું. પછી પોલીસ સાથે સમાધાન કર્યું હતું.
સજ્જુને 9 વાર પાસા થયેલા છે. અને 2 વખત ગુજસીટોક લાગેલો છે. તેથી આવા કેદીને પોરબંદર મોકલવામાં આવ્યો છે. અહીં સજ્જ ઘણા લોકોના સંપર્કમાં આવ્યો છે.