Sajid Kothari: પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે કોઠારી ગેંગ, વેરાવળથી સાજીદ સતાર મૌલાના પોરબંદર જેલમાં નિયમિત દર મહિને આવે છે
Sajid Kothari ખર્ચનો હિસાબ આપી જાય છે. ટિફિન બહારથી આવે છે. જેલની વાતો એવું કહે છે કે, હર્ષ સંઘવી પર દબાણ થયું એટલે પકડવો પડ્યો છે. પણ હર્ષ સંઘવી મુસ્લિકમોના કાર્યક્રમમાં સજ્જુને મળ્યા હતા. તેના ફોટો પણ ટ્વિટ – x પર છે.
પાટીલ નિષ્ફળ
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘની અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના શહેર સુરતની એવી ગેંગ છે ક ેતેના પર બે વખત ગુજકોટોક લાગુ પડાયો છે. છતાં તેઓ આ ગુંડાને કાબુમા રાખવામાં સાવ નિષ્ફળ રહ્યાં છે.ચૂંટણી જીતવામાં કેટલાંક ગુંડાઓનો ઉપયોગ કરાતો હતો. તેમાં સજ્જની મદદ એક ગેંગ લેતી હતી. આ ગેંગના રાજકીય મિત્રો હતા. તે કડી ખતમ કરવામાં સંઘવી અને પાટીલ સાવ વિફળ રહ્યાં છે.
2003થી પોતાની ગેંગ બનાવીને સુરતમાં અપાર ગુના કર્યા હોય
અને ભાજપના પ્રમુખ અને નવસારીના સાંસદ ચંદ્રકાંત પાટીલને ખ્યાલમાં ન હોય તે કઈ રીતે માની શકાય. પાટીલ તો પોલીસમાં કોન્સેબલ હતા. તે ગુનેગારોને સારી રીતે ઓળખે છે. 2003 પહેલાં તો સજ્જુ 5 વર્ષ સુધી સરતની શરીફ ગેંગમાં તાલીમ લઈ રહ્યો હતો. ત્યાર પછી તેણે પોતાની ગેંગ 2003માં બનાવી હતી. જ્યારથી ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર બન્યા ત્યારથી તે પોતાીન ગેંગ ઓપરેટ કરતો હતો. તો શું ત્યારના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાનો હરેન પંડ્યા, ગોરધન ઝડફીયા, મહેન્દ્ર ત્રિવેદી, અમિત શાહ, પ્રફુલ પટેલ, રજની પટેલ, પ્રદીપ જાડેજા કેમ તેમને અંકૂશમાં લાવી શક્યા ન હતા. એ મોટો સવાલ આજે ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર સામે આવીને ઉભો છે.
હર્ષ સંઘવી કેમ 2021થી અજાણ છે.
તે પહેલાં તેઓ સુરતની દરેક લગી જાણતાં હતા. તો સજ્જુ અને તેના જેવા 22 ગેંગસ્ટર કેમ ફુલ્યા ફાલ્યા હતા તેનો સવાલ હર્ષ સંઘવી સામે છે પણ જવાબ લોકોને મળતો નથી.
હવે આ સવાલ હર્ષ સંઘવી સામે આવીને ઊભો છે. પાણી પ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ તથા નરેન્દ્ર મોદીના વારાણસી લોકસભાની બેઠકના સંચાલક ચંદ્રકાંત પાટીલ આ બધી બાબતો જાણતા ન હોય તે સુરતમાં કોઈ માનવા તૈયાર નથી.
159 પ્લોટનો મામલો
સજ્જુ કોઠારીએ કરેલી ચીટિંગની ફરિયાદ અઠવા પોલીસ ચોપડે દાખલ થઈ હતી. આ કેસમાં અસરગ્રસ્ત પ્લોટ હોલ્ડર્સનાં નાણાં જમીન માલિક પ્રશાંત નકુમે પચાવી પાડ્યા બાદ આ નાણાં ઉઘરાવવા માટે સોપારી આપવાનું પ્લોટ હોલ્ડર્સને ભારે પડી ગયું હતું. સજ્જુ કોઠારી સામે ફરિદ થઈ હતી.
રોયલ પામ્સ બંગ્લોઝમાં પ્લોટ બુકિંગની કામગીરી
આ બ્રોકરને સોંપવામાં આવી હતી. દરમિયાન સાત ટકા બ્રોકરેજના કરાર સાથે રોયલ પામ્સના પ્લોટા પ્રોજેક્ટમાં અંદાજે 159 પ્લોટનું બુકિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન આ પ્રોજેક્ટના અન્ય ભાગીદાર નેહલ કાંતિલાલને કુલ 3.59 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. બ્રોકર હેમલ ગાંધી અને પ્લોટ હોલ્ડર્સ સજ્જુ કોઠારી પાસે ગયા હતા. જ્યાં સજ્જુ કોઠારીએ નાણાં કઢાવી આપવા જણાવ્યું હતું. સજ્જુએ દસ દિવસ પછી આવવા જણાવ્યું હતું. ત્યારબાદ બિલ્ડર પ્રશાંતે પ્લોટ હોલ્ડર્સને તમામ નાણાં આપી દીધા હોવાની વાત જણાવી હતી. દરમિયાન સજ્જુ પાસે તમામ પ્લોટ હોલ્ડરસ્ જતાં તેમને મારવાની ધમકી આપવામાં આવી હતી.
પુત્ર પકડાયો
એક વર્ષ પહેલાં રથયાત્રા પહેલાં સુરત પોલીસે સજ્જુ કોઠારી અને લીસ્ટેડ જુગારી આરીફ કોઠારીનાં પુત્રોને ઝડપી પાડી થાર કાર અને રેમ્બો છરો કબજે કર્યા હતા.
22 વર્ષના જીમ ટ્રેનર હાશીર સાજીદ ઉર્ફે સજજુ કોઠારીને વાહનો તપાસ વખતે રાંદેર પોલીસે પકડ્યો હતો. જે જમરુખ ગલીના અનામત પેલેસમાં રહેતો હતો. લિસ્ટેડ જુગારી આરીફ કોઠારીનાં 25 વર્ષના પુત્ર આકીબ આરીફ કોઠારીને પકડ્યો હતો. તે શેર માર્કેટનો ધંધો કરે છે. તે જમરૂખ ગલીમાં 204, શાલીમાર એપાર્ટમેન્ટમાં રહે છે. કારમાં બંને કોઠારી બંધુઓ મહિન્દ્રાની થાર કારની આગળનાં ભાગે સરકાર અને પાછળનાં ભાગે એકે લખી રેમ્બો છરા સાથે રોફ જમાવવા માટે જાહેરમાં ફરતા હતાં.