Sajid Kothari: પોરબંદર અને સુરતની લાજપોર જેલ કેવી છે ? પોરબંદર જિલ્લા જેલમાં 19 બેરેક છે.
Sajid Kothari પોરબંદરની ખાસ જેલ તરીકે ઓળખાય છે. મહિલા કેદી માટે અલગ બેરેક છે. 110 કેદ સમાવી શકવાની ક્ષમતા છે. પણ 229 થઈ ગયા હતા. 227 કેદીઓ અત્યારે છે. 90 ટકા કાચા કામના કેદી હોય છે. 10 – 11 કેદી પાકા કામના હોય છે.
અહીં ક્ષમતા કરતાં વધારે કેદીઓ રાખવામાં આવતા હોવાથી બીજી બેરેક બનાવવા અથવા કેદીઓને બીજી જેલમાં મોકલવા માટે માંગણી પણ કરવામાં આવી છે. હવે જેલનું સમારકામ થશે ત્યારે ખરાબ સ્થિતિ ઉભી થઈ છે.
જેલમાં સીસીટીવી કેમેરા છે.
મહિલા બેરેકમાં કેદી ન હોવાથી તે કાયમ ખાલી રહે છે. ત્યાં પાકિસ્તાનથી ડ્રગ્સ લાવતાં કેદીઓને રાખવામાં આવ્યા છે.
અહીં ડ્રગ્સ કેસના ઘણા આરોપી છે.
પોરબંદર જેલમાં 50 ટકા કેદી મેર સમાજના છે.
વળી, ભરણપોષણ કે છુટાછેડાના 30 કેદી છે. પૈસા ચૂકવી શકતા ન હોય એવા. સરકારે આવા કેદીઓ માટે કંઈક યોજના બનાવવા જેવી છે. બે કેદી પાસાના અને 1 કેદી જીસીટોકના છે. આ જેલમાં બે ખૂન કરેલાં હોય એવા 11 આરોપીઓ છે.
40 કેદી પાકિસ્તાનના ગયા વર્ષે હતા. જે ભારતીય સીમા સુરક્ષા દળે તેમને બોટમાં ડ્રગ્સ લાવતાં પકડાયા છે. તેમાં ખરા આરોપી તો 4 છે. બીજા આરોપીઓને ખબર પણ ન હતી કે તેઓ બોટમાં ડ્રગ્સ લઈને ભારતની અંદર મોકલવા જઈ રહ્યા છે. રૂ. 2 હજાર કરોડનું ડ્રગ્સ આ ટોળી પાસેથી પકડાયું હતું. જેમાં કેટલાંક દરિયાની અંદર નાખી દીધું કેટલાક બોટમાં રહી ગયું હતું.
જેલમાં મારામારી સામાન્ય છે. અહીં હમણાં જ બેવડા ખુનનો આરોપી પેરોલ પર જઈને ફરાર થઈ ગયો હતો.
ભીડ ઓછી કરવા સાગમટે અહીં કાચા કામના કેદીઓને જામીન મળે એવી ઘટના પણ બની છે.
વડોદરા મકરપુરા ગામનો બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતો કાળીદાસ પાટણવાડિયા વિદેશી દારૂના કેસમાં ઘણી વાર પકડાયો હતો. તેને પાસા હેઠળ અટકાયત કરીને પોરબંદર જેલમાં મોકલ્યો હતો.
વાહનો અને ઘર ચોરીના 31 ગુન્હાઓમાં સંડોવાયેલો અજીત આરોપી પણ પોરબંદરની જેલમાં છે.
સુરતની લાજપોર જેલ કેવી છે
સજ્જુને જ્યાંથી લાવવામાં આવ્યો હતો તે સુરતની અને ગુજરાત સરકારે બનાવેલી પહેલી સેન્ટ્રલ જેલ વચ્ચે તફાવત આસમાન જમીનનો છે. 7 જાન્યુઆરી 2024માં લાજપોર જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદ ભોગવતા 17 કેદીઓને જેલમાંથી છોડી મૂકવામાં આવ્યા હતા. ઇતિહાસમાં પ્રથમ વખત આજીવન કેદ ભોગવતા કેદી જેલમુક્ત થયા હતા. સેટ ઓફની સજા પૂરી કરી હતી. 2023માં 123 કેદીઓના કેસોની સમીક્ષા કરાઈ હતી. જેમાં 17 કેદીઓ મુક્ત કરાયા હતા.
લાજપોર જેલમાં નાના શાળામાં 130 કેદીઓ છે. હીરાની ઘંટીઓ ચાલે છે. કેદીઓને માટે રેડિયો સ્ટેશન છે. કેદીઓ જ સંચાલન કરી રહ્યા છે. જેલના બહારના ભાગમાં બંદીવાન સફાઈ કરે છે. ભજીયા બનાવે છે.
લાજપોર જેલ કેવી છે
પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાએ લાજપોર જેલ બનાવવાનો ખ્યાલ રજૂ કર્યા બાદ તે 12 વર્ષ પહેલા ખુલ્લી મુકાઈ હતી. આઝાદી પછીની રાજ્યની પહેલી સેન્ટ્રલ જેલ હતી.
સુરત શહેર નજીકની સચિન પાસે સુરતની જૂની જેલ રિંગ રોડ સબજેલમાં 350 કેદીઓની ક્ષમતા સામે 1150 કેદીઓ રાખવા પડતા હતા.
લાજપોર જેલની કેદી ક્ષમતા 3007 વ્યક્તિની છે. 807 કેમેરા છે. રૂ. 80 કરોડમાં બની હતી.
કેદીઓને માનવતાની દૃષ્ટિથી રહેવા માટે ઉત્તમ સ્થાન છે. પ્લે ગ્રાઉન્ડ, લાયબ્રેરી, હોસ્પિટલ, લીગલ ક્લિનિક છે.
2 લાખ 18 હજાર ચોરસ ફુટની જમીન પર 1 લાખ ચોરસ મીટરમાં બાંધકામ છે. 148 બેરેક છે. 240 મહિલા કેદીઓ માટે 12 બેરેક છે, જેમાં ઘોડિયા ઘર અને રસોડું છે.
કંટ્રોલ રૂમ છે. ઇન્ફ્રારેડ વિઝનથી જોઈ શકાય તેવા કેમેરા છે. કેમેરાની લાઇન સામેથી પસાર થાય તો એલાર્મ વાગે છે.
સુરત-નવસારી માર્ગ પરથી પસાર થતા વાહનનો નંબર નોટ કરી શકાય છે. 14 હાઇ માસ્ટ પોલ છે.
ઓપન યુનિવર્સિર્ટી, ધ્યાન માટે હોલ, હોસ્પિટલ, ડાયમંડ ટ્રેનિંગ સેન્ટર, ફર્નિચર, સીલાઈ કામગીરી, ચર્મ ઉદ્યોગ અને બેકરી પ્રોડક્ટ્સ બનાવે છે.
ગુજરાત રાજ્યની સ્થાપના પછી પહેલી સેન્ટ્રલ નવી જેલ છે. આઝાદી પહેલા રાજ્યમાં બે સેન્ટ્રલ જેલ હતી. અમદાવાદની સાબરમતી જેલ અંગ્રેજોએ અને વડોદરામાં 1881માં રાજાએ સેન્ટ્રલ જેલ બનાવી હતી.
મોબાઈલ ફોન,સિમ કાર્ડ,કોઈ પણ બ્રાન્ડના ગુટકા કે સિગરેટ,શરાબ કે અન્ય ગેરકાયદેસર ચીજવસ્તુઓ કે જે જેલમાં કેદીઓ માટે નિષેધ છે,એ દરેક વસ્તુઓ જ્યારે પણ ઔપચારિક રેડ પડે છે ત્યારે લાજપોર જેલમાંથી મળી આવે છે.
જેલમાંથી ગેંગસ્ટરો દ્વારા એમ.ડી. ડ્રગ્સની તસ્કરી અને વેચાણ થતું રહ્યું છે. લાજપોર જેલમાં પૈસા ફેંકો તમાશા દેખો, જેવી સ્થિતિ છે.
કેદીને મળવું છે, ઘરનું જમવાનું આપવું છે, જરૂરી સામાન આપવો છે, પેરોલ પર છોડાવવો છે, કેદીને પૈસા આપવા છે કે કોઈ પણ કામ હોય તો નક્કી થયેલા ભ્રષ્ટાચારનો ભાવ છે.
ઘરનું જમવાના માસિક ચાર્જ છે. જેલની અંદરથી કોઈને ફોન કરી શકાય છે. 1 હજાર ગણા ચાર્જથી. ફોન રાખવો હોય તો તેનો અલ્પનીય ભાવ છે.
સુખ-સુવિધાના ચાર્જ લાગે છે, દરવાનથી લઈને જેલના દરબાર સુધી રોજ કટકી થાય છે.
રીઢા ગુનેગાર માટે જેલ સ્વર્ગથી સુંદર છે. છાશવારે જેલમાંથી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવે છે. પણ સ્ટાફ સામે પગલાં લેવાતા નથી.
ટ્રાફિકનો માર્ગ પરનો દંડ કંટ્રોલ રૂમમાંથી થઈ શકે પણ જેલના મોનીટરીંગમાંથી કોઈ પકડાય તો તેને દંડ કે સજા થતી નથી. જેલમાં ભ્રષ્ટાચારનું વરદાન છે.
એમ.ડી. ડ્રગ્સ ગુજરાતમાં હવે ચણા દાળની જેમ મળે છે. તો જેલ કેમ બાકાત હોઈ શકે. સરકાર ભાજપની તો દરકાર કોની? સ્વાર્થી વ્યક્તિઓના હાથમાં ગુજરાતની દોર આપીને ગરવીમાંથી, ગીરવી ગુજરાત બની ગયું છે. વિનાશને આમંત્રણ જેમમાંથી મળે છે.
આ બાબતમાં લાજપોર કે પોરબંદર જેલમાં કોઈ તફાવત નથી.
ગુજરાતની જેલો
ગુજરાતમાં 30 જેલ છે. 4 મધ્યસ્થ જેલ, 12 જિલ્લા જેલ, 8 સબ જેલ, બે ખાસ જેલ, 3 ઑપન જેલ, 1 અમદાવાદ મહિલા જેલ છે. અમદાવાદ મહિલા જેલ, ત્રણ ખુલ્લી જેલ, પાલારા ખાસ જેલ મહેસાણા અને રાજપીપળા જિલ્લા જેલને બાદ કરતાં તમામ જેલમાં કેદીઓ ઘેટા બકરાની જેમ રહેવા મજબૂર બન્યા છે.
સૌથી ખરાબ સ્થિતિ
સૌથી ખરાબ સ્થિતિ ગોધરા સબ જેલની છે. 133 કેદીની સામે 313 કેદી છે. મોરબી સબ જેલમાં 143 પુરુષ કેદીની ક્ષમતા સામે 294 કેદી છે.
જૂનાગઢ જિલ્લા જેલમાં 250 ની ક્ષમતા સામે 550 કેદીઓ છે. પોરબંદર જેલમાં 110 સામે 214 કેદી છે.
સુરેન્દ્રનગર સબ જેલમાં 116 કેદીની સામે 204, પાલનપુર જિલ્લા જેલમાં 260 સામે 401 કેદી, છોટાઉદેપુર સબ જેલમાં 102 સામે 179 કેદી, ગળપાદર જિલ્લા જેલમાં 250 સામે 365 કેદી, અમરેલી જિલ્લા જેલમાં 248 કેદી સામે 309 કેદી, નડિયાદ જિલ્લા જેલમાં 379 કેદીઓની ક્ષમતા સામે 459 પુરુષ જેલમાં કેદ છે.
મહિલા કેદી રાખવાની ક્ષમતા કરતાં બે ઘણા કેદી છે. સૌથી સારી સ્થિતિ રાજપીપળા જિલ્લા જેલ છે. 325 પુરુષ કેદીની ક્ષમતા સામે માત્ર 107 કેદી છે.
2021ના સરકારી આંકડા પ્રમાણે ગુજરાતની જેલોમાં ક્ષમતા કરતાં 118 ટકા કેદીઓ વધુ છે.
27.9 ટકા કેદીઓ દોષિત છે. 69.9 ટકા કેદીઓને કોઈ સજા થઈ નથી એવા છે. અંડરટ્રાયલ છે. જેમાં 4439 પુરુષ, 138 મહિલા અને 4 ટ્રાન્સજેન્ડર કેદી છે. 13999 કેદીઓની સામે 16539 કેદી છે.
828 કેદીઓ અશિક્ષિત, 10થી ઓછું ભણેલા 2804, 12મું ધોરણ પાસ કર્યુ હોય તેવા 932 કેદીઓ છે. ગ્રેજ્યુએશન કર્યા 181 કેદી, ડિગ્રી-ડિપ્લોમા કર્યુ હોય તેવા 18 કેદી અને પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા 63 કેદીઓ સજા ભોગવી રહ્યા છે.
સજા થઈ હોય એવા દોષિતોની સંખ્યા 4626 કેદી છે, 11599 કેદીઓ અંડરટ્રાયલમાં છે.