Surat: તાપીને ભ્રષ્ટાચારથી બચાવો, સુરત બચાવો.
Surat: 2006ના પુર પછી જસ્ટીસ સુજ્ઞાબેન ભટ્ટના કમિશનની ભલામણો તેમજ ગુજરાત વડી અદાલતના આદેશ છતાં, તાપી પાળા વિસ્તારમાં ખોટી રીતે બાંધકામની મંજુરી આપીને સુરતને ડુબાડી દેવાયુ છે.
બાંધકામની મંજુરી રદ કરી પાળા વિસ્તારને ખુલ્લો કરવા બાંકામો તોડી પાડવાની માંગ છે.
બાયસેક દ્વારા નક્શા અને વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી હતી. છતાં ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ અધિકારીઓ સાથે મળીને સુરતને ડુબાડવાનું રીતસર મસમોટુ ષડયંત્ર રચ્યું છે.
હજારો કરોડ રૂપિયાનું નુકશાન થાય તેમ છે.
પાળા વિસ્તારમાં અનેક સરવે નંબરોને બાંધકામની મંજુરી આપવામાં આવી છે. જેને કારણે ભવિષ્યમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
સુરતના ડુમ્મસ ગવિયર, મગદલ્લા, ભાટપોર, ભાટા, અડાજણ, રાંદેર મોટાવરાછા સહિત 17 ગામો ડુબમાં આવે છે.
વોટર બોડી કે રીવર સેફ્ટી ગાઈડલાઈનનું ઉલ્લંઘન કર્યું છે.
અબજોનો ભ્રષ્ટાચાર આચરીને બાંધકામની મંજુરી આપવામાં આવી હતી. પાળા વિસ્તારનો સરવે થવો જોઈએ. બિનઅધિકૃત બાંધકામ અટકાવીને તેની મંજુરી રદ કરવામાં આવે.
નરેન્દ્ર મોદી સરકારના પાણી પ્રધાન અને ભાજપના પ્રદેશ પ્રમુખ, સુરતમાં રહેતા નવસારી લોકસભાના સાંસદ ચંદ્રકાંત રધુ પાટીલ પણ છે.
તાપીના સંરક્ષિત પાળાથી 30 મીટર સુધી કોઈ મંજુરી આપી ન શકાય. 150 મીટર સુધીના પાળાને ખુલ્લો રાખવા માટેની માર્ગદર્શિકા હોવા છતાં સરકારે બિનઅધિકૃત મંજુરી આપીને સુરતને ડુબાડવાનો પ્રયત્ન કર્યો તે માનવીય મુલ્યોને નુકશાન પહોંચાડે તેવું છે.
તાપી પાળા નજીક બાંધકામને મંજુરી આપી છે જેને કારણે તાપીની વહન ક્ષમતામાં 8 લાખ ક્યુસેકથી ઘટીને 4 લાખ ક્યુસેક થયો છે. નદીની પાણી વહનની ક્ષમતાં 50 ટકા ઘટી ગઈ છે.
ચાલુ વર્ષે ત્રણ વખત સુરતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યુ હતું.
સરવે નંબર 608, 627, 628માં જે મંજુરી આપવામાં આવી તે તદ્દન નિયમ વિરૂદ્ધ છે.
વર્ષ 2006માં માનવસર્જિત પુરને કારણે 150 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રૂ. 20 હજાર કરોડનું નુકશાન નરેન્દ્ર મોદીની સરકાર વખતે થયું હતુ.
પાળાના ગ્રીન ઝોન છે.
સંરક્ષિત પાળા વિસ્તારમાં આવતી જમીનોને બિનખેતી કરી દેવામાં ભાજપના નેતાને કરોડોનું કમિશન ચૂકવાયુ છે. એમ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું.