Surat: સુરતમાં સરકારી મિલકતો પણ સલામત નથી. જેમાં ટ્રાફિક સિગ્નલ પર લગાવેલી 51 બેટરીની ચોરી થઈ હતી.
Surat ચોરોએ તમામ બેટરી ડીલરોને વેચી દીધી હતી. કતારગામ પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે.
સુરતમાં ટ્રાફિક જામથી લોકો પરેશાન છે.
સુરત પોલીસે ટ્રાફિક સિગ્નલ પર ઓટોમેૉટીક સિસ્ટમ ફિટ કરી છે અને તેમાં બેટરીઓ પર ફિટ કરવામાં આવી છે. જેમાં સુરત ના કતારગામ ખાતે પોલીસે બે ચોરની ધરપકડ કરી છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ બની હતી અગાઉ ગાંધીનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો બન્યા હતા. રોજેરોજ અમુક વિસ્તારોમાંથી ચોરીના અહેવાલો બહાર આવી રહ્યા છે, જેમાં લાંબા સમયથી બંધ પડેલા મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરી કરતી ગેંગ ફરી સક્રિય થતી જોવા મળી રહી છે.
તાજેતરમાં ગાંધીનગર નજીક ચિલોડા અને ધણપમાં ખાનગી કંપનીના મોબાઈલ ટાવરમાંથી 11 બેટરીની ચોરી થઈ હતી. આ અંગે મોહંમદ નઝીર શેખે કંપનીના એસ્ટેટ મેનેજર મહંમદ કાલી સામે ફરિયાદ નોંધાવી હતી કે, ચિલોડા ખાતે કંપનીના મોબાઈલ ટાવરમાંથી 5 બેટરીની ચોરી થઈ છે અને તે જ રીતે ધણપ ખાતેના ટાવરમાંથી 6 બેટરીની ચોરી થઈ છે.
કંપનીના તંત્રમાંથી બેટરી ચોરાઈ હોવાનું માલુમ પડતાં
તેમણે ચિલોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું છે અને અગાઉ બેટરી ચોરીના ગુનામાં પકડાયેલા આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે. જેમાં પોલીસે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.