Nal Se Jal Yojna : ગુજરાતના દરેક ઘરમાં નળનું પાણી આપીને સ્વર્ગ ઉતારી દીધું હોવાનો સરકાર દાવો કરે છે. જેને ચૂંટણી મુદ્દો પણ બનાવતી આપી છે. પણ હવે લોકસભાની આવી રહેલી ચૂંટણીમાં આ દાવો ગુજરાતમાં ટકે એવો લાગતો નથી. ઉનાળો આવતાં જ પાણીની તંગી ઊભી થઈ છે. તો પછી જે નળ નાંખ્યાં હતા તેમાં પાણી કેમ આવતું નથી. કે પછી નળ નાંખવામાં આવ્યા નથી.
ગુજરાતમાં 92 લાખ પાકા મકાનો અને 8 લાખ કાચા મકાનો અથવા ખેતરમાં મકાનો છે. આમ લઘભગ 1 કરોડ મકાનોમાંથી 75 લાખ મકારોમાં નળ હતા. બાકીના 25 લાખમાં મકાનો ન હતા. જેમને તમામને નળ આપી દાવાયા હોવાનો દાવો સરકાર કરી રહી છે. ઉનાળો આવતાં જ હવે ગામડાંઓ અને ઝુંપડપટ્ટીઓમાં પાણીની તંગી બહાર આવી રહી છે. 2016માં ગુજરાતમાં રાજ્યમાં 2058 બિન-સૂચિત ઝૂંપડપટ્ટીઓ હતી. જેમાં 3.84 લાખથી વધુ ઝૂંપડાના ઘર હતા. જોકે, કુલ તો 12 લાખ લોકો પાસે રહેવા માટે પાકું મકાન ન હતા. આ તમામ નળથી પાણીની સમસ્યાથી પીડાતાં હતા.
રાજયમાં કુલ 63287 કિલોમીટર વિતરણ પાઇપલાઇન, 3498 ભૂગર્ભ સંપ, 2396 ઊંચી ટાંકી, 339 કૂવા, સ્થાનિક સ્રોત માટે 3985 ટયૂબ વેલ સહિતના ઘટકો તથા 324 મીની યોજના, 302 સૌર ઉર્જાથી ચાલતી પેયજળ વિતરણ વ્યવસ્થા થકી 91.73 લાખ ઘરોને નળ જોડાણથી પાણી આપીને 100%ની સિદ્ધિ હાંસલ કરેલી હોવાનો દાવો કરાયો હતો. ઉપરાંત વિભાગ દ્વારા ગ્રામીણ નાગરિકોને શુદ્ધ, નિયમિત અને પૂરતું પાણી પૂરું પાડવા રૂપિયા 15989 કરોડની નવીન જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી હાથ ધરેલી હતી.
સરકારના દાવા પ્રમાણે યોજના શરૂ થઈ ત્યારે 77 ટકા ઘરમાં નળથી પાણી આવતું હતું. મતલબ કે 10 લાખ ઘરમાં નળ અપાયા હોઈ શકે છે. સરકારે ક્યારેય એવું જાહેર કર્યું નથી કે કુલ કેટલાં ઘરમાં 2019થી નવા જોડાણો આપવામાં આવ્યા છે.
91 લાખ 77 હજાર 459 ઘરમાં સ્થિતી
2019-20માં 75 લાખ 94 હજાર 349 ઘરોમાં નળ હતા.
2020-21માં 75 લાખ 20 હજાર 962 ઘરો, 83.04 ટકા નવ હતા.
2021-22માં 86 લાખ 73 હજાર 575 એટલે કે 94.51 ટકા ઘરોમાં નળ આવી ગયા હતા.
જુન 2022 સુધીમાં 88 લાખ 56 હજાર 438 ઘરોમાં એટલે કે 96.50 ટકા ઘરોમાં નળ હતા.
નળથી પાણી આપવાની યોજના સાવ ખોખલી છે.
જલ જીવન મીશનનો હેતુ દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં ગુણવત્તા વાળું પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી આપવો. જીવનધોરણમાં સુધારો લાવવાનો હતો. ગ્રે-વોટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા રિચાર્જ અને પાણીના પુન: ઉપયોગ થકી પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા ટકાઉ સ્રોતોનું આયોજન કરવાનું હતું. લોકભાગીદારી પર આધારિત હતો.
નલ સે જલ
ઓક્ટોબર 2022માં વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે, નળ સે જલ યોજના 100 ટકા પુરી કરવામાં આવી છે.જલ જીવન મિશન હેઠળ પાણી પુરવઠા પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગષ્ટ, 2019 ના રોજ લાલ કિલ્લા પરથી જાહેરાત કરી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ ઘરોમાં 100% નળ જોડાણ દ્વારા પાણી પૂરું પાડી દેવામાં આવશે.
દરેક ગ્રામીણ ઘરને નિયમિત, શુદ્ધ અને પૂરતા પ્રમાણમાં નિયત ગુણવત્તાનો પીવાના પાણીનો પુરવઠો લાંબા ગાળા સુધી ઉપલબ્ધ કરાવવાનો હતો. ગુજરાતે બે 2024ના બદલે 2022માં દરેક ઘરને નળમાં પાણી આપી દેવામાં આવ્યું હોવાનું જાહેર કર્યું હતું.
રાજયમાં મિશન મોડ જલ જીવન મિશન ડુંગરાળ, રણ, જંગલ, ખેતરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડી દીધું હોવાનો દાવો વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલની ભાજપની સરકારો કરતી રહી હતી.
4 વર્ષમાં સિદ્ધિનો દાવો
ગુજરાતમાં નલ સે જલ યોજનાથી 4 વર્ષમાં 96.50 ટકા ઘરો સુધી 30 જુન 2022માં નળ જોડાણો આપી દેવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો.
આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરામાં ૧૦૦ ટકા નળ જોડાણ સંપન્ન
રાજ્યના એક પણ જિલ્લા સંપૂર્ણપણે 100 ટકા નળ ન હતા. હવે રાજ્યના 16 જિલ્લાઓ 100 ટકા શુદ્ધ પીવાનું પાણી મેળવતા થયા છે. 16 જિલ્લાઓમાં આણંદ, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહેસાણા, મોરબી, પાટણ, પોરબંદર, રાજકોટ અને વડોદરા હતા.
ભારતમાં સ્થિતી
કેન્દ્રીય બજેટ 2022-23 માટે 1 ફેબ્રુઆરી 2022માં ‘હર ઘર નલ સે જલ’ યોજના માટે કેન્દ્રની મોદી સરકારે રૂ. 60 હજાર કરોડની ફાળવણી કરી હતી. 3.8 કરોડ ઘરોને આવરી લેવાશે. હાલમાં 8.7 કરોડ પરિવારોને ‘હર ઘર, નલ સે જલ’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેમાંથી 5.5 કરોડ પરિવારોને છેલ્લા બે વર્ષમાં નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. એવું નાણા પ્રધાને કહ્યું હતું.
ઉપાધ્યક્ષનો પત્ર
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા 8 મે 2023માં મુખ્ય પ્રધાનને પત્રલખ્યો હતો. નલ સે જલ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાથી તપાસ કરાવવાની માંગણી કરી હતી. ખાનગી ઇજેનર રાખીને તપાસ કરાવતા ગેરરીતિ બહાર આવી છે.
પંચમહાલમાં વાસ્મો દ્વારા નલ સે જલ યોજનાના કામો કર્યાં, તેમાં અધિકારીઓ અને કોન્ટ્રેક્ટર તેમજ વેપારીઓની મીલીભગતથી મોટેપાયે ગેરરીતિ આચારવામાં આવી છે. પાણીપુરવઠા વિભાગના મંત્રી અને આયુક્ત વિજિલન્સ તપાસ કરવા માંગણી કરી હતી.
બાંધકામ અને ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ નિગમના કાર્યપાલક ઈજનેર એમ.એમ.મેવાડા દ્વારા પાણીપુરવઠા યોજનાનાં કામોમાં હલકી ગુણવત્તાનાં કામો કરાવી મોટે પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેની ભ્રષ્ટાચાર વિરોધી દળ દ્વારા તપાસ કરાવો. પીવાના પાણીનાં ટેન્કર શરૂ કરવા માટે માગણી કરી હતી.
ટેન્ડર પ્રમાણે કામ નથી થયાં. ટેન્ક બનાવવાના બદલે તૈયાર ટેન્ક લગાવવામાં આવી છે. ઘણી જગ્યાએ નળ પ્લાસ્ટિકના છે. વાસ્મોના અધિકારીઓને પણ મેં આ કામગીરી અંગે જાણ કરી હતી. લોકોને પાણી મળે તો આ યોજના સફળ થાય. પાણી ન મળે તો સરકારની બદનામી થાય.
લાંબા સમય સુધી યોજના ચાલી નથી. ખાતમૂહુર્ત કરે છે. પછી શું થયું તે મોદી કે પટેલ કંઈ જોતા નથી. યોજનાનો ફિયાસ્કો થયો છે.
પાટીલનો વિસ્તાર નવસારી
વાંસદા તાલુકાના 95માંથી 94 ગામોમાં નલ સે જલ યોજના માટે 28 કરોડ 45 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એપ્રિલ 2023માં નવસારીના વાંસદાના 94 ગામોમાં પાણીનો પોકાર હતો. ભૌગોલિક સ્થિતિ અને વીજ જોડાણની મહિતી મેળવ્યા વિના નલ સે જલ યોજના લાગુ કરી દીધી હતી. તેનું પરિણામ એ આવ્યું છે કે નળ તો છે, પણ તેમાં પાણી નથી આવતું.
પથરાળ જમીન હોવાથી 300 થી 500 ફૂટની ઉંડાઈએ પણ પાણી નથી મળતું. મહિલાઓએ માથે બેડા લઈને નદી, કોતર, હેન્ડપંપ કે કૂવામાંથી 2 કિલોમીટર સુધી ચાલીને પાણી લાવવું પડે છે. એમાં પણ પૂરતું પાણી નથી મળતું. ઘેર ઘેર નળ લગાવી પણ દીધા, જો કે નળનું પાણી સાથે મિલન નથી થઈ શક્યું.
તૈયાર કરાયેલા બોર કામ નથી આપતાં. ચોરવણી ગામમાં 600થી વધુ પરિવારો વસે છે, પણ તેમાંથી 50થી 60 ટકા મકાનો સુધી નળથી પાણી પહોંચ્યું જ નથી. વાસ્મોએ 15 બોર બનાવી વીજ જોડાણ આપવાનું હતું. જે મળ્યું નથી. જ્યાં વીજ કનેક્શન મળ્યું છે, ત્યાં બોરમાંથી માંડ બે પાંચ બેડા પાણી નીકળે છે. મકાનો એકથી દોઢ કિલોમીટરના અંતરે અને ઉંચાઈ પર હોવાથી પાણી પહોંચતું નથી.
6 ઇંચથી દોઢ ફૂટ ઉંડે પાઇપ નાંખ્યા છે. પાઈપની ગુણવત્તા પણ નબળી છે. વીજ કંપનીના નિયમોને કારણે ઘણા વીજ જોડાણ મળ્યા નથી.આદિવાસી મહિલાઓએ પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. આ સ્થિતિ ફક્ત વાંસદા નહીં, પણ ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોમાં પણ છે. ધારાસભ્ય આ બાબતે સરકાર સુધી રજૂઆત ક્યારે કરી હતી.
દાંતા
દાંતા તાલુકામાં નલ સે જલ યોજના પોકળ સાબિત થઈ છે. અંતરિયાળ વિસ્તારોમાં લોકોને પીવાના પાણી માટે કિલોમીટર સુધી જઈ લાવવું પડે છે. યોજના હજુ પહોંચી નથી. ટાંકા બનાવવામાં આવ્યા છે, પાઈપો લગાવવામાં આવી છે, પરંતુ 2023માં પાણી પહોંચ્યું ન હતું.
સુરત જિલ્લાના મહુવા તાલુકાના વલવાડા ગામે નવા ફળિયામાં તંત્ર દ્વારા દરેક ઘરોમાં નળ તો લગાવી દેવામાં આવ્યા હતી. પરંતુ નળમાં મે 2023માં પાણી આવતાં ન હતા. ઉનાળે કુવામાંથી પાણી ખેંચવા મજબુર બની છે. ગામના સરપંચ, સ્થાનિક ધારાસભ્ય અને વહીવટી તંત્રને અનેકો વખત રજૂઆતો કરી છે. નલ સે જલ યોજના માત્ર કાગળ પર સાબિત થઈ છે. આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. ધારાસભ્ય મોહન ઢોડીયાએ વલવાડા ગામ દત્તક લીધું હતું. જયારે ધારાસભ્યએ દતક લીધેલા ગામની આવી હાલત હોય તો પછી સુરત જિલ્લામાં ખરાબ સ્થિતી છે.