Valsad: પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ માં વેકેશન દરમ્યાન વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરવામાં આવે છે જે અંતર્ગત કોમર્સ અને સાયન્સ ના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર સ્કીલ, પ્રેક્ટિકલ એકાઉન્ટ શીખી રહ્યા છે. આજરોજ તજજ્ઞ વળતા તરીકે વલસાડ થી બિઝનેસમેન સાહિલ અશોક દેસાઈ ને આમંત્રણ આપ્યું હતું જેઓ એ ઈમેલ એટિકેટ વિષય પર વક્તવ્ય આપ્યું હતું. જેમાં કોમ્પ્યુટર દ્વારા વિવિધ ક્ષેત્રો માં નોકરી ની તકો માટે જરૂરી એવી સ્કીલ ડેવલપ કરવાની વાત કરી હતી.
એમના દ્વારા સમયની જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજન સિદ્ધિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જે પારડી એજ્યુકેશન સોસાયટી ને હૂબર ગ્રુપ નાં સંયુક્ત ઉપક્રમે ચલાવવામાં આવતા રોજગારી ઉન્નતીકરણ કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવ્યો હતો. તે બદલ કોલેજ ના કેમ્પસ ડાયરેકટર ડો. દીપેશ શાહ અને સોસાયટીના પ્રમુખ હેમંત દેસાઈ દ્વારા અભિનંદન પાઠવવા માં આવ્યા હતા.