Gujarat: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં સુઓ મોટો અરજી પર આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી
જેમાં રાજકોટની ઘટના બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી મુદ્દે ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્કને લગતા નવા મોડલ નિયમો બનાવ્યા છે તેને Gujarat હાઇકોર્ટ સમક્ષ મુક્યા હતા. જો કે, આ નિયમોને હજી નોટિફાઇડ કરવાના બાકી છે.
Gujarat બીજી તરફ સરકારે શિસ્ત સંબંધી પગલા
લીધા હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, આ નિયમોને ગુજરાત એમ્યુઝમેન્ટ રાઈડ્સ એન્ડ ગેમીંગ ઝોન એક્ટિવિટી સેફ્ટી રૂલ્સ નામ આપવામાં આવ્યું છે આ નિયમો દ્વારા જાહેર પાર્કને લાયસન્સ આપવાનું અને કંટ્રોલ કરવાનું કામ કરવામાં આવશે જેમાં રાઇટ્સ ઇન્સ્ટોલેશન લાઇસન્સ જુદી જુદી ગેમના પણ નિયમો બનાવવામાં આવ્યા છે.
ત્રણ મહિના સુધીના અને આથી વધુ સમય ચાલતા ગેમ ઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. એનું નિયમિત ચાકિંગ પણ કરવામાં આવશે અને મેળાના વીમા લેવા ફરજિયાત કરાયા છે. ક્વોલિફાઇડ લોકો આ ગેમનું ઇન્ફેક્શન કરશે જેનો રિપોર્ટ શહેરમાં પોલીસ કમિશનર અને જિલ્લાઓમાં ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને રાઈડ સેફ્ટી એન્ડ ઇન્ફેક્શન સમક્ષ મુકવામાં આવશે.
હાઇકોર્ટે સરકારને જણાવ્યું હતું કે
પહેલા આ નિયમોને નોટિફાઇડ કરો. આ સંદર્ભે સરકારે જણાવ્યું હતું કે કમિશનરો આ નિયમોને બે અઠવાડિયામાં નોટિફાઇડ કરશે. નોટિફિકેશનના એક અઠવાડિયા બાદ ઇન્ફેક્શન કમિટી બનશે. આમ ત્રણ અઠવાડિયાની અંદર તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેનો રિપોર્ટ રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને મોકલવામાં આવશે