BJP: ભાજપના નેતાઓની હત્યા કેમ થઈ રહી છે? આજ સુધી કેટલી હત્યા થઈ?
સુરતના ભાજપના મહિલા નેતાની હત્યા કે આત્મહત્યાએ ઘણાં સવાલો ઊભા કર્યા છે, ત્યારે ગુજરાતમાં આજ સુધી ભાજપના કેટલાં નેતાઓની હત્યા થઈ તે ગંભીર છે.
BJP: કોંગ્રેસના નેતાઓની પણ આટલી મોટા પ્રમાણમાં ગુજરાતમાં હત્યા થઈ નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 2 ડિસેમ્બર 2024
BJP: ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓની મિલીભગતના કારણે હપ્તાખોરી અને ગુનાખોરી સતત વધી રહી હોવાના આરોપ લગવ્યા હતા. નશાના કારણે અનેક પરિવાર બરબાદ થયા છે. મારા સમાજના લોકોના હિત માટે હું સરકારને આ બાબત પર કડક પગલાં લેવા માટે દબાણ કરીશ ત્યારે ભાજપના નેતાઓ કેટલાં સલામત છે અને કેટલાં નેતાઓની હત્યા કરી દેવામાં આવી છે તેના સવાલો ભાજપના આ પક્ષપલટુ ધારાસભ્યને પૂછવામાં આવી રહ્યાં છે.
‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’, દાદાના રાજમાં દાદાગીરી નહિ ચાલેની શેખી મારવામાં આવી રહી છે.
સુરત
સુરતમાં ભાજપના નેતાની હત્યા થઈ હોવાના આરોપો છે.
BJP: ભાજપ 34 વર્ષના નેતા દીપિકા પટેલે પોતાના ઘરમાં આત્મહત્યા કરી છે. તેઓ સુરત શહેરના અલથાણા વોર્ડ નંબર 30માં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ હતા. પોલીસે દીપિકા પટેલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી.
ઘટના બની કે તુરંત ભાજપના કોર્પોરેટર ચિરાગ સોલંકી અને આકાશ નામના વ્યક્તિ પહોંચી ગયા હતા, અથવા તેઓ ત્યાં હાજર હતા. કોર્પોરેટર ચિરાગ સોલંકીએ પોલીસને જાણ કર્યા વગર દીપિકા પટેલનો ગળેફાંસો ખાધેલો મૃતદેહ નીચે ઉતાર્યો હતો, જેથી દીપિકા પટેલે આત્મહત્યા કરી છે કે તેમની હત્યા થઇ છે એ મોટો સવાલ ઉભો થયો હતો.
150 હત્યા
1985થી 2024 સુધીમાં ગુજરાતમાં અનેક રાજકીય હત્યા થઈ છે. શાંતિપ્રિય ગુજરાતમાં દોઢસો જેટલા આગેવાનોની હત્યા થઈ છે. જેમાં ભાજપના નેતાઓની ઘણી હત્યાઓ થઈ છે.
સુરત
10 માર્ચ 2024માં સુરતા ઉના ઉન વિસ્તારમાં ભાજપના નેતા, લઘુમતી મોરચાના મહામંત્રી સલીમની હત્યા સસ્પેન્ડન્ડે એએસઆઈ રોનક હિરાણીએ કરી દીધી હતી. એએસઆઈએ ભાજપના નેતાને મુક્કો મારતા તેમનું લિવર અને કિડની ફાટી ગઈ હતી. જેથી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું.સસ્પેન્ડન્ડે એઆઈએએ રોનક હિરાણીએ સોશિયલ મીડિયા પોસ્ટને લઈ આપત્તિ દર્શાવી હતી અને બન્ને વચ્ચે બોલાચાલી બાદ આ ઘટના બની હતી. એએસઆઈ રોનક હિરાણી તાજેતરમાં સેલવાસથી દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. જેના બાદ રોનકની ભેસ્તાન પોલીસે ધરપકડ કરી હતી..
ભેસાણ
14 માર્ચ 2024માં ભેસાણ તાલુકાના ગલથ ખાતે રહેતા સરપંચ અને તાલુકા ભાજપના મંત્રી વિનુભાઈ કેશુભાઈ ડોબરીયા (59)ની ગામ નજીક લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
વાપીમાં ભાજપના નેતાની હત્યા
8 મે 2023માં વાપીમાં પત્ની સાથે મંદિર ગયેલા ભાજપ નેતાની ગોળી મારીને હત્યા કરાઈ હતી. ભાજપના ઉપ-પ્રમુખ શૈલેષ પટેલ હતા. બાઇક પર આવેલા બે શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. રાતા ગામના મંદિરમાં દર્શન કરવા ગયા હતા.
શૈલેષ પટેલ પર હુમલો થયો, ત્યારે મંદિરના પૂજારી જિતુ પટેલ પણ હાજર હતા. પત્ની મંદિરમાં અંદર ગયા હતા અને શૈલેષ પટેલ કારમાં બેઠા હતા. લગ્નમાં ફૂટે કેમ ફટાકડા ફૂટવાનો અવાજ સંભળાયો. થોડીવારમાં શૈલેષભાઈનાં પત્ની બહાર ગયાં અને પતિ ઢળી પડેલાં હતા. તેમણે ચીસો પાડી હતી. ઘટનાસ્થળેથી એક ખાલી કાર્ટ્રિજ મળી આવ્યું હતું. ઑટોમૅટિક હથિયારનો ઉપયોગ થયો હતો. હત્યા અગાઉની અદાવતના કારણે કરવામાં આવી હોવાની શંકા હતા.
ભાઈનો આરોપ
શૈલેષ પટેલના ભાઈ રજનીભાઈ પટેલને તેમનાં પત્નીએ તેમને ફોન કર્યો હતો અને તેઓ તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા. બે લોકોને ભાગતા જોયા હતા. નજીકમાં એક ગાડીમાં પણ બે લોકો બેઠા હતા. વાપીમાં જ રહેતા કેટલાક લોકોએ આ હત્યા કરી હતી. લોકોએ અગાઉ 2013માં પણ શૈલેષભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને તે સમયે બંને પક્ષો વચ્ચે મારામારી પણ થઈ હતી. 2014માં પણ એ જ લોકોએ ગોળીબાર કર્યો હોવાનો આક્ષેપ રજનીભાઈએ કર્યો હતો.
મૃતકના પરિવારજનોએ આ મામલે મૃતક શૈલેષ પટેલ નાજ ગામ કોચરવાના અન્ય એક પરિવાર ના પાંચ સભ્યો વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી હતી.
તપાસમાં બહાર આવ્યું
આડેધડ ગોળી ધરબી શૂટરો ફરાર થઇ ગયા હતા,અગંત અદાવતમાં વાપી કોચરવાના શરદ ઉર્ફે સદિયાએ 19 લાખ આપી હત્યા કરાવી હતી. બે પરિવારો વચ્ચે 10 વર્ષ અગાઉ ખેલાયેલ લોહિયાળ જંગનો બદલો લેવા જે હત્યાકાંડ ખેલાયો તે પોલીસ માટે પડકાર બન્યો હતો. 5 આરોપીઓ શરદ ઉર્ફે સદીઓ દયાળ પટેલ, વિપુલ ઈશ્વર પટેલ, મિતેશ ઈશ્વર પટેલ, અજય સુમન ગામીત અને સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુની ધરપકડ કરી હતી.
આરોપીઓ ડિસેમ્બર 2022 થી 10 મી જાન્યુઆરી 2023 સુધી દમણમાં જ રોકાયા હતા. રેકી કરી હતી. આરોપીઓએ સોપારી આપી હતી. એક વર્ષ અગાઉ સફળતા ન મળતા શાર્પ શૂટરો વતન પરત ફરી ગયા હતા. ફરી પાછા શૈલેષ પટેલની હત્યા કરવા વાપી પહોંચ્યા હતા.
10 વર્ષ પહેલા શું બન્યું હતું ?
મૃતક શૈલેષ પટેલના પરિવાર અને તેમના જ ગામ કોચરવાના અન્ય એક પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી ઝઘડો ચાલ્યો આવતો હતો. એક વર્ષ અગાઉ સદીયો પટેલ દમણમાં યુપી ની એક કોન્ટ્રાક્ટ કિલર ગેંગને શૈલેષ પટેલની હત્યા માટે રૂપિયા 19 લાખ ની સોપારી આપી હતી.
બાઈક પર ત્રણ આરોપીઓ વાપીથી નાસિક સુધી પહોંચ્યા હતા. મહારાષ્ટ્રમાં એક આરોપી બાઇક પરથી ઉતરી ગયો હતો. બાકીના બે આરોપીઓ બાઈક પર મધ્યપ્રદેશ અને પોતાના વતન સુધી પહોંચ્યા હતા.
1600 કિલોમીટર જેટલા વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓ પકડાયા હતા.
ગોરધન ઝડફિયા
ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું ઘડવામાં કોર્ટે 27 નવેમ્બર 2024માં 5 વર્ષની સજા કરી હતી. છોટા શકીલના કહેવાથી ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવેલા હતા. 2020માં ગુનો નોંધાયા બાદ 2024માં ચુકાદો આવ્યો હતો.
દમણ
લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ દમણમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નેતા વિકી કાશી ની 10 મે 2024માં કરપીણ હત્યા કરાઈ હતી. બોરાજીવ શેરીમાં રહેતો વિક્કી કાશી ટંડેલ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયો હતો. દમણ માછી સમાજના યુવા નેતા હતો. પક્ષપલટો કરીને આવેલા આ નેતાને ભાજપે તેમને તુરંત પ્રદેશ ઉપપ્રમુખ બનાવ્યો હતો. લંડનથી આવીને તેના ભાઈએ જ પતાવી દીધો હતો.
અમરેલી
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને ધારી તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મધુબેન જોશીની 16 નવેમ્બર 2023માં હત્યા કરી નાંખવામાં આવી હતી. ફટાકડા ફોડવાની માથાકૂટમાં હત્યા થઇ છે. મધુબેન જોશી અને તેમના પુત્ર પર પાડોશીએ હુમલો કર્યો હતો. ધુબેનનો પુત્ર રવિ જોશી પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
લિલિયા
અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના ગુંદરણ ગામે વિશ્વહિન્દુ પરિષદના લીલીયા તાલુકાના પ્રમુખ અજીત ખુમાણ અને ભાજપના તાલુકા મંત્રી ભરત ખુમાણની હત્યાના કેસમાં 30-11-2013ના રોજ હત્યા થઈ હતી. જેમાં સાવરકુંડલાની સેસન્સ અદાલતે 0 આરોપીઓ પૈકીના 9 આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી. ગુંદરણ ગામમાં સરકારી ગોડાઉન પાસે નવા ગોડાઉનનું બાંધકામ ચાલુ હતું ત્યાં ઘટના બની હતી.
પાલનપુર
17 નવેમ્બર 2024માં પાલનપુરની ઉમિયા બીએડ કોલેજને હડપ કરવાના મામલે હાઇકોર્ટ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતા સામે છેતરપિંડી અને ઠગાઇની એફઆઇઆર નોંધવા માટે આદેશ કર્યો હતો.
બનાસકાંઠા જિલ્લા ભાજપના મોટા નેતા ગણાતા અને અરવલ્લી જિલ્લા ભાજપના પ્રભારી ગિરીશ જેઠાભાઇ જગાણિયા સામે પાલનપુરની ઉમિયા બીએડ કોલેજ પચાવી પાડવા અંગે ડૉ. ભરતભાઈ બેચરભાઈ બાન્ટિયાએ પાલનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભાજપના નેતા ગિરીશ જગાણિયા સામે રૂ. 60 લાખની છેતરપિંડી અને ઠગાઇની ફરિયાદ નોંધી હતી.
સાયલા
ડિસેમ્બર 2021માં સાયલા તાકુલાના ભાજપા નેતા કિસાન મોરચાના પ્રમુખ ખેંગાર રબારીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. 15 શખ્સોએ તીક્ષ્ણ હથિરાથી હુમલો તેમજ 3-4 વાર રાઉંડ ફાયરિંગ કરી હતી. ગંભીર ઈજાગ્રસ્ત ખેંગારભાઈ રબારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા ત્યાં તેમની મોત થયુ હતું.
વડોદરા
2024માં વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા કરી નાંખવામાં આવી હતી. શહેરના નાગરવાડામાં બાબર પઠાણ અને તપન પરમારના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. બાબર પઠાણે તપનના મિત્રોને છરીના ઘા મારતા સારવાર માટે સયાજી હોસ્પિટલ લવાયા હતા, જ્યાં તપન સયાજી હોસ્પિટલ બહાર ઊભો હતો ત્યાં બાબર પઠાણ પહોંચી જતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. બાબર પઠાણે તપનને છરીના ઘા માર્યા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપી બાબર પઠાણને ઝડપી પાડ્યો હતો. આરોપીને લઈ જતી પોલીસ વાન પર ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. આરોપીને મારવા લોકો દોડતા પોલીસ પહોંચી ગયા હતા. કારેલી બાગ પોલીસ સ્ટેશનના સેકન્ડ PI, PSI સહિત 10 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
દાહોદ – રાજકીય હત્યા
27 ડિસેમ્બર 2020માં ઝાલોદમાં મોર્નિંગ વોક પર નીકળેલા ભાજપ કાઉન્સિલર હિરેન પટેલની હત્યા કરી દેવામાં આવી હતી. વાહનચાલકે ટક્કર મારી હતી જેમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમના પુત્ર પંથ પટેલ દ્વારા પિતાનું અકસ્માતમાં મોત નહીં પરંતુ તેમની રાજકીય અદાવત રાખી હત્યા કરી નાંખવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. કોન્ટ્રાકટ કિલિંગની આશંકા પર 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ઝાલોદના કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અને દાહોદના પૂર્વ સાંસદ બાબુભાઈ કટારાના પુત્ર અમિત કટારાની ધરપકડ કરી હતી. અમિત કટારા, ઇમરાન ગુડાલા સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ઝાલોદના BJPનાં કાઉન્સિલરની હત્યાનાં આરોપીઓ આ ચુકાદા બાદ 4 વર્ષનાં જેલવાસમાંથી 2024માં નિર્દોષ છૂટ્યા હતા.
ઝાલોદના ભાજપના કાઉન્સીલર અને પૂર્વ ઉપપ્રમુખ હિરેન પટેલની હત્યા રાજકીય કારણોસર 2020માં થઈ હતી. હિરેન પટેલની હત્યા કરાવવા 4 લાખ રૂપિયાની સોપારી આપી હતી. મોર્નિંગ વોક માટે નીકળેલા હિરેન પટેલને રસ્તા પર વાહને ટક્કર મારી પતાવી દીધા હતા. આરોપી ઈમરાને અમિત કટારાના કહેવાથી હત્યા માટે સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો. અમિત કટારા કૉંગ્રેસના MLA ભાવેશ કટારા અને પૂર્વ સાંસદ બાબુ કટારાના પુત્ર અમિત કટારા છે. પછી નગરપાલિકાના 15 કાઉન્સિલરોએ રક્ષણની માંગણી કરી હતી.
મહીસાગરમાં હત્યા
મહીસાગર જિલ્લાના લુણાવાડાના ગોલાના પાલ્લા ગામમાં રહેતા મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય ત્રિભોવનદાસ પંચાલ(ઉ.77) અને તેમનાં પત્ની જશોદાબેન પંચાલ(ઉ.70)ની હત્યા કરવામાં આવી હતી. સવારે દૂધ ભરવા માટે જતા લોકોએ કમ્પાઉન્ડમાં ખુલ્લામાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ હતા.
મહીસાગર પોલીસે આરોપી ભીખાભાઇ પટેલની ધરપકડ કરી હતી. ડબલ મર્ડર કેસમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ તપાસના આદેશ આપ્યા હતા.
વડોદરા
મે 2024માં બાળ લગ્ન અટકાવતા વડોદરા ભાજપ નેતા અને સામાજિક કાર્યકર ગોપાલ ચુનારાનું મોત નીપજ્યું હતું. બે આરોપીએ તેમના પર જીવલેણ હુમલો કરતાં છેલ્લા કેટલાક દિવસોથી તેમની સારવાર ચાલી રહી હતી. 2 આરોપીઓની ધરપકડ કરી હતી. ગોપાલ ચુનારા સયાજી હોસ્પિટલ સામે ક્રાઇમ બ્રાન્ચની કચેરીમાંથી પંચ તરીકે સહી કરીને નીકળ્યા હતા તે સમયે હુમલાખોરોએ હુમલો કર્યો હતો.
તળાજા
6 વર્ષ પહેલા ભાવનગરના તળાજામાં ભાજપના નેતા અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખની નસીબખાન પઠાણની ચાર લોકોએ હત્યા કરી નાખી હતી. નસીબખાનનો પુત્ર ભાવનગર એક મોલમાં ગયો હતો ત્યારે કેટલાક ઈસમોએ તેને ધમકી આપી હતી કે તને અને તારા બાપને ખતમ કરી દઈશું.
કચ્છ
2019માં કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય, ભાજપના ઉપપ્રમુખ અને નરેન્દ્ર મોદીના ખાસ નેતા જયંતિ ભાનુશાલીની ચાલતી ટ્રેનમાં ગોળી ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. હત્યા કેસમાં મનીષા ગોસ્વામીના જામીન સર્વોચ્ચ અદાલતે મંજુર કર્યા હતા. મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી જયંતી ભાનુશાળીની હનીટ્રેપ સ્કીમમાં ભાગીદાર હતી. હત્યામાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ જેલમાં છે. અગાઉ જેન્તી ઠક્કરને ગુજરાત વડી અદાલતે જામીન આપ્યા હતા.
રાજકોટ
26 નવેમ્બર 2024માં રાજકોટમાં ભાજપના નેતા, રાજકોટમાં પૂર્વ કોર્પોરેટર અને પાટીદાર અગ્રણી જયંતીભાઈ સરધારા પર જૂનાગઢના પર હુમલો કરવાના કારણે ફોજદાર સંજય પાદરીયા સામે હત્યાના પ્રયાસની પોલીસ ફરિયાદ થઈ હતી.
દમણ
દમણમાં ભાજપના નેતા સલીમ મેમણની સાત ગોળી મારીને 2020માં હત્યા કરી દેવામાં આવી હતી.
દાદરા
23 ફેબ્રુઆરી 2021ના રોજ દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન સાંજીભાઈ ડેલકરે મુંબઈના મરિન ડ્રાઇવ ખાતેની એક હોટલમાં આત્મહત્યા કરી હોવાની ચિઠ્ઠી મળી હતી પણ તે હત્યા હોવાના આરોપો તેમને કુટુંબ દ્વારા મૂકવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીની સરકારની તેઓ આકરી ટીકી સંસદમાં કરી રહ્યાં હતા. 58 વર્ષીય મોહનભાઈ ડેલકર સાત વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા હતા.
અમરેલીમાં હુમલો
28 નવેમ્બર 2024માં અમરેલીના સાવરકુંડલા શહેરમાં લોહાણા આગેવાનો પર હુમલો થયો હતો. શહેર ભાજપ મહામંત્રી રાજુ નાગ્રેચા, વેપારી જગદીશ માધવાણી, તેજસ રાઠોડ સહિતના લોકો ઉપર હુમલો થયો હતો. કેબિન હટાવવાનું કહેતા અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. આરોપીઓમાં રહીમ ગોરી, તેનો પુત્ર શાહબુદ્દીન, અને તેના ભાઈ સહિત 5 લોકો હતા.
નવસારી
13 જૂલાઈ 2021માં નવસારીના ઘેલખડી વિસ્તારમાં નવસારી ભાજપ યુવા મોરચાના માજી પ્રમુખ શૈલેશ પરમારની 6 ઇસમોએ ધારદાર હથીયારોના ઘા ઝીંકીને નવસારી ભાજપના યુવા મોરચાના માજી પ્રમુખની હત્યા કરી હતી. ચાર વર્ષે થયેલી એક હત્યા મામલે બદલો લેવાની ભાવનાથી કરવામાં આવી હતી.
મોરબી
મોરબી શહેર ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના 30 વર્ષના મંત્રી પ્રકાશ દિનેશ ચાવડાએ 24 જાન્યુઆરી 2019માં આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટમાં રહેતા સસરા પ્રવિણ સારેસાના ઘરે આવીને તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી.
જામનગર
જામનગર જિલ્લાના ભાજપ પ્રમુખ અને પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ પોતે જ કુટુંબના વિખવાદો અને પોતાની પુત્રવધૂને પરેશાન કરતાં હોવાની ફરિયાદ બાદ કરી હતી. પોતાની પુત્રવધૂને હિમાલયના પર્વત પરથી ધક્કો મારી ખીણમાં ફેંકી દેવા કાવતરું કર્યું હતું.
અગાઉ રાજકીય હત્યા
ગુજરાતમાં 150 રાજકીય હત્યા થઈ, ગુજરાતના નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પંજાબમાં 2022માં હુમલો થયો હતો.
ગુજરાતમાં મોદી પર ક્યારેય હુમલો થયો નથી
હરેન પંડ્યા
પૂર્વ ગૃહ પ્રધાન હરેન પંડ્યાની હત્યામાં મોદી પર આરોપ હતા. હરેનના પિતા અને હરેનની પત્નીએ આરોપો મૂક્યા હતા.
ગુજરાતની જે રાજકિય હત્યાઓ થઈ છે તેમાં અમદાવાદના યુવાન રાજકિય નેતા હરેન પંડ્યાની હત્યા સૌથી ગંભીર છે કારણ કે તેમાં ગાંધીનગરના નેતાઓનું નામ આવતું હતું. ભાજપના મુખ્ય પ્રધાન પદના ભાવિ ઉમેદવાર અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યા 2003માં થઈ હતી. હાઈકોર્ટે આરોપીઓને 2011માં નિર્દોષ જાહેર કર્યા હતા. પણ સુપ્રિમકોર્ટે 2019માં તમામને 12 લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.
ઐયર કમિશન સમક્ષ રહેન પંડ્યાએ 2002ના કોમી તોફાનોમાં મોદીની શું ભૂમિકા હતી તે અંગે જુનાબી આપી હતી.
જે કોઈ પણ ભાજપની અંદરથી મોદી વિરુદ્ધ બોલે છે તેને શારીરિક કે રાજકીય રીતે ખતમ કરી દેવામાં આવે છે.
જનસંઘના ધારાસભ્યની હત્યાથી સિલસિલો
1980 પોરબંદરમાં વસનજી ઠકરાર જનસંઘમાંથી ધારાસભ્ય ચૂંટાયા હતા. ઈંદિરા ગાંધીનીએ લાદેલી રાજકીય કટોકટી વખતે તેણે પક્ષપલટો કર્યો હતો. તેમાં બાબુભાઈ જસભાઈની સરકાર 12 માર્ચ 1976માં પડી હતી. વસનજી ખેરાજ ઠકરારની હત્યાથી રાજકીય ખૂનનો શીલશીલો શરૂ થયો હતો. પોરબંદર ત્યારથી રાજકીય હત્યાઓથી બદનામ થયું હતું.
ગોંડલ
1995માં કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે જયંતી વડોદરીયા કે જે ગોંડલ નાગરિક બેંકના અધ્યક્ષ, કોર્પોરેટર હતા તેમની હત્યા કરી દેવામાં આવી હતી.
વિનુ સિંગાળા
1995માં ભાજપના આગેવાન વિનુ સિંગાળાની હત્યા કરી દેવામાં આવી હતી. ગોંડલમાં તેની હત્યા થઈ હતી. સરકારી ઘાંસની વીડી કોને આપવી તેની ઝઘડામાં તેમની હત્યા થઈ હતી. એક બાજું ગોડલનું રાણા જૂથ અને બીજી બાજુ વિનુભાઈ સિંગાળા હતા.
અમરેલી
અમરેલીનાં લાઠી પાસે લાઠી તાલુકા પંચાયતના સભ્ય લાલાવદર ગામ નાગજીભાઈને બસમાં જ જીતવા સળગાવી દેવાયા હતા. મ
જામનગર
આગેવાન એવા મુળુભાઈ બેરાના પિતા તાલુકા પંચાયતના પ્રમુખ હતા 1985 માં પોલીસ રક્ષણ હોવા છતાં હત્યા થઈ હતી.
કચ્છ હત્યાકાંડ
માંડલ
માંડલમાં ના ભાજપના નેતા શીલા સોનીની હત્યા રાજકીય હોવાનો આરોપ તેના પતિએ મૂકેલો છે. જેમાં ગાંધીનગરના ટોચના નેતા સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે.
કચ્છ
કચ્છના અબડાસાના બાઉજી જાડેજા, માંડવી નગરપાલિકા અધ્યક્ષની હત્યા થઈ હતી.
મોરબી
1995માં મોરબીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, નાગરિક બેંકના અધ્યક્ષ પ્રકાશ રવેશીયા ખૂન કેસમાં ભાજપના ધારાસભ્ય કાન્તી અમૃત્તિયા પર આરોપ હતો. કેશુભાઈ મુખ્ય પ્રધાન હતા.
લાઠી
અમરેલીનાં લાઠી પાસે લાઠી તાલુકા પંચાયતના સભ્ય લાલાવદર ગામ નાગજીભાઈને બસમાં જ જીતવા સળગાવી દેવાયા હતા.
કચ્છ
જૂન 2015માં કચ્છના કાળી તલાવડી ગામે ખેતરમાં ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ રણધીર બરાડિયાની તલવારના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. જેમાં ચૂંટણીમાં હરિફ જૂથના ચાર આરોપીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું.
કચ્છ
જૂન 2015માં કચ્છ ભાજપના મહિલા નેતા તરુણા ચાતુરાણીએ પોતાના જ રાજકિય બોયફ્રેન્ડને મોતને ઘાટ ઉતાર્યો હતો.
જનાગઢ
જૂન 2015માં જૂનાગઢમાં ભાજપના ઉપપ્રમુખ કાંતિલાલ પોપટભાઈ વૈષ્ણવના 20 વર્ષના પુત્ર રજનીને જંગલમાં મારી દેવાયો હતો. આ કેસમાં દસ લાખની ખંડણી મંગાઈ હતી.
સુરત
મે 2015માં સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ અને ભાજપના યુવા નેતા એડવોકેટ અમિત સિંઘાની તિક્ષ્ણ હથિયારોથી વિંધેલી લાશ મળી આવી હતી. ટેક્સની પતાવટના કેસમાં ભાજપના સિંઘાની હત્યા કરી દેવાઈ હતી.
રાજકોટ
ઓગસ્ટ 2015માં રાજકોટમાં મિલકત વિવાદ કેસમાં ભાજપના લઘુમતી મોરચાના આગેવાન ઈલિયાસખાન પઠાણ અને તેમના પુત્ર આરિફ જલવાણીને બંદૂકના નાળચે મોતને ઘાટ ઉતારાયા હતા.
ભરૂચ
નવેમ્બર 2015માં ભરુચમાં ભાજપના પૂર્વ પ્રમુખ શિરિષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રગ્નેશ મિસ્ત્રી પર બાઈક પર આવેલા લબરમૂછિયાઓએ ભરબજારે ગોળીબાર કર્યો હતો.
રાજકોટ
મે-2018માં રાજકોટમાં ભાજપના બક્ષીપંચ મોરચાના આગેવાન વિજયગિરી ગોસ્વામી પર હુમલો થયો હતો. બુટલેગરોએ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
જનસંઘ
1995માં ગોવિંદ તોરણીયા – જનસંધ બે વખત ધારાસભાની ચૂંટણી, બંદરનો કોન્ટ્રાક્ટર રાજકીય રીતે નડતાં હતા. ભાષણ જોદાર કરતાં હતા.
પોરબંદર
2005 શહેર ભાજપ પ્રમુખ અને પોરબંદર નગરપાલિકાના 4 ટર્મના કાઉન્,સલર હતા કેશુ નેભા ઓડેદરા
સુરત
મે 2015: સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને ભાજપના યુવા નેતા અમિત સિંઘાની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
જૂન 2015: કચ્છમાં ભાજપના મહિલા નેતા તરુણા ચાતુરાણીએ પોતાના જ બોયફ્રેન્ડની હત્યા કરી હતી
જૂનાગઢ
જૂન 2015માં જૂનાગઢમાં ભાજપના ઉપપ્રમુખ કાંતિલાલ વૈષ્ણવના યુવા પુત્રનું અરહરણ કરીને રુપિયા 10 લાખની ખંડણી માંગવામાં આવી હતી, જે બાદ જંગલમાં તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
ભાવનગર
ઓગસ્ટ 2018માં ભાવનગર જિલ્લાની તળાજા નગરપાલિકામાં ઉપપ્રમુખ અને ભાજપ નેતા નસીબખાન પઠાણ પર ધારદાર હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.
ભાજપના પૂર્વ તા.પ્રમુખ રણધીર બરાડિયાની હત્યા.