ગુજરાતી લોકગાયક જીગ્નેશ કવિરાજ વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે

0
91

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે તમામ રાજ્કીય પાર્ટીઓ એકશનમોડમાં જોવા મળી રહી છે તમામ રાજ્કીયપાર્ટીઓ પણ હવે પોતાના મુરતિયાઓ બુલેટ ટ્રેન માફક જાહેર કરી રહ્યા છે હાલ આમ આદમી પાર્ટી પોતાના 150 જેટલા ઉમેદવારો જાહેર કરી ચુકી છે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાના 43 જેટલા ઉમેદવારોનું નામ જાહેર કરી ચુકી છે. જોકે હજું પણ શાસકપક્ષ ભાજપ દ્રારા મુરતિયાઓની યાદી જાહેર કરવામાં આવી નથી. તે વચ્ચે હવે સમાજિક રાજ્કીય આગેવાનો સાથે કલાકારો પણ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે.

ગુજરાતના ખ્યાતનામ ગાયક જીગ્નેશ કવિરાજને ચૂંટણી લડવાનો અભરખો જાગ્યો છે તેઓ પોતાના મુળ વતન ખેરાલુ થી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે તેવા નિકટના લોકો પાસેથી જાણવા મળી રહ્યો છે. એટલે જીગ્નેશ કવિરાજ ગુજરાત ખૂબ લોકપ્રિય ગાયકોમાના એક છે સ્વાભાવિક છે હવે કલાકારો પણ રાજકારણ પોતાના નસીબ અજમાવી રહ્યા છે જેમાં તેમણે એક પોસ્ટ પણ મૂકી જેમાં લખ્યુ છે મારા મત વિસ્તારમાં ખેરાલુ વિધાનસભામાં સર્વે આગેવાનો અને ચાહકોની ઇચ્છાછે કે આ વખતે તમે ખેરાલુથી ચૂંટણી લડો હું પક્ષમાં નથી પરંતુ તમામ ચાહકોની લાગણીઓને માન આપી હું અપક્ષ ઉમેદવારી કરવાનો છો જેમાં આપ સર્વે મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવો કે ચૂંટણી લડવી જોઇએ કે નહી