વીસ વર્ષના પત્રકારત્વનું સન્માન: ગુલઝાર ખાનને IFSMN અને સોશિયલ મીડિયા એસોસિએશનના ગુજરાત પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
ઇન્ડિયન ફેડરેશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર્સ (IFSMN-ઈફસમન)નાં ગુજરાત રાજ્યનાં પ્રમુખ પદે ગુજરાતી ભાષાનાં 20 વર્ષથી કાર્યરત એવાં વલસાડનાં અગ્રગણ્ય દૈનિક “સત્ય ડે”નાં ચીફ મેનેજિંગ ડિરેક્ટર( CMD) અને એડિટર ગુલઝાર ખાનની સપ્ટેમ્બર મહિનામાં નિમણૂંક કરવામાં આવ્યા બાદ તેમના મોરપિંચ્છમાં વધુ એક છોગું ઉમેરાયું છે.

“સત્ય ડે”નાં ચીફ મેનેજિંગ ડિરેક્ટર( CMD) અને એડિટર ગુલઝાર ખાનની રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સોશિયલ મીડિયા એસોસિએશનનાં ગુજરાત પ્રદેશનાં પ્રમુખ પદે નિમણૂંક કરવામાં આવી છે. સોશિયલ મીડિયા એસોસિએશનનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુનીલ ડાંગે નિમણૂંક પત્રમાં જણાવ્યું છે કે આશા છે કે સોશિયલ મીડિયા એસોસિએશનનો ગુજરાત સહિત દેશભરમાં વિસ્તાર અને વ્યાપ વધારવામાં સક્રીય ભૂમિકા ભજવતા રહેશો અને સભ્ય સંખ્યાને વધારવામાં મહત્વનું યોગદાન આપતા રહેશો.
અત્રે નોંધવું ઘટે કે ગુલઝાર ખાન દ્વારા વલસાડથી “સત્ય ડે”મીડિયા હાઉસની 20 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી છે. હાલમાં “સત્ય ડે” મીડિયા હાઉસ દ્વાર પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયા એમ અખબારી જગતના ત્રિવિધ માધ્યમોનું સુપેરે સંચાલન કરવામાં આવી રહ્યું છે. ટીમ વર્ક અને સમાચારોની સ્વતંત્રતા સાથે “સત્ય ડે” મીડિયા હાઉસ ગુલઝાર ખાનનાં નેતૃત્વમાં ઉત્તરોત્તર પ્રગિતના નવા-નવા સોપાનો સર કરી રહ્યું છે.
