બે વર્ષ બાદ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ ભકતોમાં હૈયા હરખ

0
69

ભગવાન જગન્નાથજી 145મી રથયાત્રોને લઇ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે કોરોનાકાળ બાદ આ ભક્તો સાથે પ્રથમ વખત જગન્નાથજી નગરચર્યાએ નીકળશે આ વખતે મોટી સંખ્યામં ભકતો ભગવાનો રથયાત્રમાં જોડાશે તેવી શક્યતા મંદિર ટ્રસ્ટ દ્રારા વ્યકત કરવામાં આવી રહી છે. આ વખતે સુરક્ષાને લઇને પોલીસ દ્રારા સુચારું આયોજન કરવામાં આવ્યો છે. જે રૂટ પરથી રથયાત્ર નીકળશે ત્યાંથી પોલીસ ઉચ્ચઅધિકારીઓ દ્રારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યો છે. તેમજ જુદા-જુદા વિસ્તારોમાં આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક મહોલ્લા મિટિંગ કરવામાં આવી રહી છે. ગતરોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષસંઘવીએ અને અમદાવાદ પોલીસના ઉચ્ચઅધિકારીઓને સાથે રાખી રથયાત્ર રૂટનો નિરીક્ષણ કર્યો હતો આ વખતે હાથી, અખાડા, તેમજ ભક્તો સાથે જગન્નાથજી નીકળશે તેને લઇ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.

રથયાત્ર નિમિત્તે 25 હજારથી વધુ પોલીસ જવાનનો બંદોબસ્તમાં રહેશે સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન તેમજ પોલીસકર્મીઓને બોડી વાન કેમેરા સહિતના અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ રહેશે અને ભક્તો પણ બેવડી સંખ્યામાં ઉમટશે છેલ્લા 2 વર્ષ બાદ તેમણે રથયાત્રા સાથે નગરચર્યા નીકળવાનો મોકો મળશે જેને લઇ સમ્રગ વિસ્તારમાં જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યો હતો