અનમાતની માંગ સાથે હાર્દિક પટેલે આ કોંગ્રેસી નેતાને કરી રજૂઆત, જાણો

હાર્દિક પટેલ અને પાસ સમિતીના 300 થી વધારે આંદોલનકારીઓએ આજ રોજ બેઠક કરી

છેલ્લા ઘણા સમયથી પાટીદારો અનામત માટે આંદોલનો કરી રહ્યા છે, પણ સરકાર તરફથી હજી પણ કોઈ પ્રકારનો સંતોષકારક જવાબ મળ્યો નથી. આ તમામની વચ્ચે પાટીદારના નેતા હાર્દિક પટેલે આજ રોજ પાટીદાર સહિત બિન અનામત વર્ગમાં આવતી જ્ઞાતિઓ માટે ગુજરાત વિધાનસભામાં પ્રાઈવેટ બિલ રજુ કરવા અંગે પરેશ ધાનાણીને રજૂઆત કરી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ અને પાસ સમિતીના 300 થી વધારે આંદોલનકારીઓએ આજ રોજ પરેશ ધાનાણીના નિવાસસ્થાન પર બેઠક કરી હતી. જેમાં તેમણે પરેશ ધાનાણીને આવતા વિધાનસભા સત્રમાં પાટીદાર સમાજને અનામત મળે અને આ અઁગે પ્રાઈવેટ બિલ રજુ કરવામાં આવે એવી અપિલ કરી હતી. પરેશ ઘાનાણીએ તેમની રજુઆત સ્વીકારી હતી.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com