આજે ખુલ્યો Harsha Engineersનો IPO: જાણો શું બોલાય છે ગ્રે માર્કેટ પ્રીમિયમ?

0
65

માર્કેટમાં ભલે વોલેટિલિટી જોવા મળતી હોય પરંતુ આઇપીઓ માર્કેટ અત્યારે ધમધમી રહ્યું છે. છેલ્લે આવેલા ડ્રીમફોક્સના આઇપીઓએ રોકાણકારોને 68 ટકા રિટર્ન આપ્યું હતું ત્યારે હવે માર્કેટમાં અન્ય એક આઇપીઓ આવી રહ્યો છે. એન્જિનિયરિંગ અને સોલર ઇપીસીના કારોબારમાં સક્રિય હર્ષા એન્જિનિયર્સનો આઇપીઓ આજથી ખુલ્યો છે. આ આઇપીઓ મારફતે કંપની 755 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીએ આઇપીઓ માટે 314 થી 330 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે.

માર્કેટમાં અત્યારે શેરદીઠ 210 રૂપિયાનું પ્રીમિયમ બોલાય છે.જણાવી દઇએ કે હર્ષા એન્જિનિયર્સ 1986માં બનેલા હર્ષા ગ્રૂપનો હિસ્સો છે. ગ્રૂપ એન્જિનિયરિંગના કારોબારમાં 35 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. આ કંપનીની શરૂઆત 11 ડિસેમ્બર 2010ના રોજ થઇ હતી. આ દેશમાં આવકની દૃષ્ટિએ પ્રીસિઝન બેરિંગ કેજની સૌથી મોટી નિર્માતા કંપની છે.

દેશના ઓર્ગેનાઇઝ્ડ બેરિંગ કેઝ સેગમેન્ટમાં 50-60% માર્કેટ શેર ધરાવે છે. સ્ટીલ અને પોલિએમાઇડ બેરિંગ કેજનું ગ્લોબલ ઓર્ગેનાઇઝ્ડ માર્કેટમાં 6.5 ટકા હિસ્સો છે.45 શેર્સ એલોકેટ કરાશેઆજથી ખુલેલો હર્ષા એન્જિનિયર્સનો આઇપીઓ 17 સપ્ટેમ્બરે બંધ થશે. આ આઇપીઓની લોટ સાઇઝ 45 શેર્સની છે. એક લોટ માટે ઓછામાં ઓછા 14,850 રૂપિયાનું રોકાણ જરૂરી હશે.

હર્ષા એન્જિનિયર્સના આઇપીઓમાં 455 કરોડ રૂપિયાના ઇક્વિટી શેર્સનો એક નવો ઇશ્યૂ તેમજ હાલના શેરધારકો તરફથી રૂ. 300 કરોડની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.બુધવારે સવારે 10 વાગ્યાની આસપાસ આઇપીઓ 0.06 ગણો સસ્ક્રાઇબ થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ અનુસાર રિટેલ કેટેગરીમાં તે 0.09 ગણો, NIIમાં 0.06 ગણો જ્યારે કર્મચારીઓ માટે આરક્ષિત કેટેગરીમાં તે 0.10 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. IPO મારફતે એકત્ર રકમનો લોનની ચૂકવણી અને મશીનરીની ખરીદી માટે ઉપયોગ થશેહર્ષા એન્જિનિયર્સના આઇપીઓથી પ્રાપ્ત કરેલી રાશિનો ઉપયોગ લોનની ચૂકવણી, મશનરીની ખરીદી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલની ઉત્પાદન સુવિધાઓનું નવીનીકરણ કરવા માટે ઉપયોગ કરાશે.