દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યમાં આંધી સાથે ભારે વરસાદની આગાહી

દેશનાં અનેક રાજ્યમાં હવામાન ઓચિંતું બદલાઈ ગયું છે. ‘ચક્રવાત ડે’ના કારણે રાજધાની નવી દિલ્હી અને એનસીઆર ઉપરાંત ઓડિશા અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશનાં અનેક રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અને કેટલાંક સ્થળોએ તોફાની આંધી પણ આવશે. દિલ્હી-એનસીઆર સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચક્રવાતની સૌથી વધુ અસર જોવા મળશે.ચક્રવાત ડે ઓડિશાના ગોપાલપુર નજીક સમુદ્ર કિનારાને પાર કરી ગયું છે, પરંતુ હજુ તેનો ખતરો છે. રાજ્યના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. પશ્ચિમ બંગાળની ખાડી ઉપર સ્થિર થયેલું ચક્રવાતી તોફાન ર૩ કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશા અને આંધ્રપ્રદેશ બાદ આ ચક્રવાત ઉત્તરપ્રદેશ તરફ આગળ વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. નવી દિલ્હી અને એનસીઆરમાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. આગામી બે દિવસ સુધી આ સમગ્ર વિસ્તારમાં ભારે આંધી સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવાઈ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com