જાણો કઈ 10 ઘઉંની જાત આપે છે 80 ક્વિન્ટલ સુધીનું હેક્ટર દીઠ ઉત્પાદન
શિયાળાની શરૂઆત સાથે જ રવી પાકની વાવણીમાં સૌથી વધુ વપરાતા પાક તરીકે ઘઉંનું મહત્વ વધે છે. હાલ ખેડૂતો વધુ ઉપજ અને સારી આવક મેળવવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળી વેરાઈટીઓની શોધમાં છે. ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી ઘઉંની નવીન અને ઉન્નત જાતો ખેડૂતોને તેમની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદરૂપ બને છે. અહીં એવી 10 ટોપ વેરાઈટીઓનો ઉલ્લેખ છે, જે ઓછા સમયમાં પાકે છે અને ઉત્તમ ઉત્પાદન આપે છે.
HI 8759 (પૂસા તેજસ)
આ જાત મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ખૂબ સફળ માનવામાં આવે છે. હેક્ટર દીઠ 56.9થી 75.5 ક્વિન્ટલ ઉપજ મળે છે. અંદાજે 117 દિવસમાં પાક પૂરો થાય છે. કાળો અને ભૂરો કવક જેવા રોગો સામે રક્ષણ પૂરું પાડે છે અને વધારે તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે.
HD 3236
પંજાબથી લઈને દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સુધીના વિસ્તારોમાં આ જાત ઉત્તમ પ્રદર્શન કરે છે. 57.5 થી 79.6 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉપજ આપે છે. 142 દિવસમાં પાક તૈયાર થાય છે. 12.8% પ્રોટીન ધરાવતી આ જાત ફ્લેગ સ્મટ અને કેનલ બન્ટ સામે સુરક્ષિત માનવામાં આવે છે.

HD 3249
ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા ભેજવાળા વિસ્તારો માટે યોગ્ય. 48.8 થી 65.7 ક્વિન્ટલ ઉત્પાદન મળે છે અને ફક્ત 122 દિવસમાં પાક તૈયાર થાય છે. પ્રોટીન 10.7% અને આયર્ન 42.5 PPM હોય છે.
HI 1636 (પૂસા વકુલ)
મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ અને ઉદયપુર વિસ્તારના ખેડૂતો માટે શ્રેષ્ઠ વિકલ્પ. 56.6 થી 78.8 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉપજ આપે છે. પાક સમય 119 દિવસ. રોટલી અને બિસ્કિટ બંને માટે ઉત્તમ ગુણવત્તાવાળો દાણો આપે છે.
HD 3406 (સુધારેલી HD 2967)
આ જાત 54.7 થી 70.4 ક્વિન્ટલ ઉપજ આપે છે. પીળો કવક, કરનાલ બન્ટ જેવા રોગો સામે રક્ષણ આપે છે. દાણા જાડા અને ચમકદાર હોય છે.
HD 3369
50.6 થી 71.4 ક્વિન્ટલ ઉત્પાદન આપતી આ જાત 149 દિવસમાં પાકે છે. વિવિધ આબોહવામાં સારી રીતે ઉગે છે અને ફન્ગલ રોગો સામે સંરક્ષણ આપે છે.

HI 1650 (પૂસા ઓજસ્વી)
57.2 થી 73.8 ક્વિન્ટલ ઉપજ. 118 દિવસમાં પાક. રોગ વિરોધક ક્ષમતા મજબૂત. દાણા ચમકદાર અને લોટની ગુણવત્તા ઉત્તમ.
HI 1653 (પૂસા જાગૃતિ)
51.1 થી 69.3 ક્વિન્ટલ ઉપજ. કરનાલ બન્ટ અને કવક રોગો સામે રક્ષણ આપે છે. કુલ પાક સમય 148 દિવસ.
HI 1654 (પૂસા અદિતિ)
51.8 થી 72.9 ક્વિન્ટલ ઉપજ. બે જ સિંચાઈમાં સરસ ઉત્પાદન મળે છે. દુષ્કાળ સહનશીલ જાત.
HI 8826 (પુસા પૌષ્ટિ)
48.8 થી 73.7 ક્વિન્ટલ ઉપજ. ઝીંક, આયર્ન અને પ્રોટીનથી સમૃદ્ધ. 108 દિવસમાં પાકે છે. રોગ પ્રતિકારક ક્ષમતા સારી.

