અંતરિક્ષમાં હિન્દુસ્તાનનું શતક,US સહિત 6 દેશોના 28 સેટેલાઈટ થયા લોન્ચ

અંતરિક્ષની દુનિયામાં ભારતે ઈતિહાસ રચ્યો છે.અાજે ઇસરોએ અંતરિક્ષ સેટેલાઈટ લોન્ચ કરી શતક પૂર્ણ કર્યું છે. ભારતીય અવકાશ સંસ્થા ઇસરો આજે પોતાના સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ પીએસએલવીથી 31 ઉપગ્રહનું પ્રક્ષેપણ કર્યું. આજે સવારે 9-28 કલાકે થનારા આ પ્રક્ષેપણ માટે ગુરૂવારે કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું હતું. આ કાઉન્ટડાઉનનું એલાન કરતા ઇસરોએ પોતાની વેબસાઇટ ઉપર સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. આ પ્રક્ષેપણમાં ઇસરો પોતાનો 100મો ઉપગ્રહ અવકાશમાં છોડ્યો.ઉપગ્રહોમાં 28 6 દેશોના છે જેમાં કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, બ્રિટેન અને અમેરિકાનો સમાવેશ થાય છે.
અર્થ નેવિગેશન માટે પ્રક્ષેપણ કરવામાં આવનારો આ સેટેલાઇટ કાર્ટોસેટ-2 સીરીઝ મિશનનો પ્રાથમીક ઉપગ્રહ છે. તેની સાથે સહ યાત્રી ઉપગ્રહ પણ છે. જેમાં 100 કિલોગ્રામના માઇક્રો અને 10 કિલોગ્રામના નેનો ઉપગ્રહ પણ સામેલ છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com