હનીટ્રેપ ઈન રાજકોટ: ફેસબુક ફ્રેન્ડને બોલાવી યુવતીએ માંગ્યા 12 લાખ રૂપિયા

હાલમાં MeTooનો વિવાદ ચાલી રહ્યો છે તેવામાં રાજકોટ ખાતે હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે. યુવતીએ ફેસબુક ફ્રેન્ડને બોલાવી 12 લાખ રૂપિયા માંગ્યા હોવાનો કિસ્સો ચકચારી બન્યો છે. સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરી ત્રણ યુવકો સાથે સાંઠગાંઠ રચીને યુવાનને માર માર્યો, મોબાઈલ લૂંટી લીધો હતો અને 12 લાખની ખંડણી માંગી હોવાની પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

વિગત એવી છે કે ફેસબુક પર ફ્રેન્ડશીપ કર્યા બાદ યુવતે સુરેશ નામના યુવકને રાજકોટના રેસકોર્સ ખાતે આવેલા લવગાર્ડન ખાતે મળવા બોલાવ્યો હતો. નીતુ રાવલ નામની યુવતીએ સુરેશને મળવા બોલાવ્યા બાગ તેની સાથે ત્રણ શખ્સો પણ આવ્યા હતા. નીતુ સાથે આવેલા ત્રણેય યુવાનોએ સુરેશને કહ્યું હતું કે મારી બેન સાથે શું કરે છે, કેમ મળવા આવ્યો છે. આટલી વાત કર્યા બાદ ત્રણેય યુવાનોએ સુરેશને માર મારવાનું શરૂ કરી દીધું હતું. માર ખાધેલા સુરેશ પાસે 12 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. મોબાઈલ ફોન સહિત અન્ય વસ્તુઓ લૂંટી લીધી હતી.

ઘટનાથી ગભરાઈ ગયેલા સુરેશે નીતુ ઉપરાત અફઝલ, સોનુ. આસીફ અને હરકિશનસિંહ સામે પ્રધ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસ તપાસ કરી રહી છે.

Share
WP Twitter Auto Publish Powered By : XYZScripts.com