હોટલ ક્રિષ્નાપાર્ક બેરોકટોક ચાલે છે ! મનાઈ હુકમ હોવા છતાં અહીં લાગવગ અને વધારે પડતા આત્મવિશ્વાસ નું પ્રદર્શન જોવા મળી રહ્યું છે, તંત્રવાહકો ની મજબૂરી સપાટી ઉપર આવી રહી છે.

વલસાડ મે. પ્રિન્સિપાલ સીની.સિવિલ જજ સાહેબ ની કોર્ટ માં મેટર હોવાછતાં અવગણના !

વલસાડ: વલસાડના હાઇવે ઉપર બાલાજી વેફર ની બાજુમાં આવેલ અને ગેરકાયદે ચાલી રહેલી હોટલ ક્રિષ્નાપાર્ક સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ ગયું હોવાનો બોલતો પુરાવો હોટલ ચાલતી હોવાનો કેમેરા માં કેદ થયેલ ફોટોઝ અને વીડિયો છે,તંત્ર મોટી મોટી ડીંગ હાંકે છે પણ થતું કાઈ નથી તે વાત અહીં લાગુ પડી રહી છે, સત્યડે પાસે લાયસન્સ સબંધી પુરાવો હોવાછતાં અહીં હોટલ ને પરમિશન કોણે આપી તે પ્રશ્ન તપાસ નો વિષય બન્યો છે અને મીડિયા માં આવતા અહેવાલો ને અવગણીને લોકશાહી નું ચીરહરણ કરાઈ રહ્યું છે ત્યારે આ પ્રકરણ માં લોકશાહી ના મૂલ્યો અને કાયદા ને નેવે મુકનાર તમામ સામે ઉચ્ચ ન્યાયાલય તરફ થી કાર્યવાહી અને તપાસ થાય તે જરૂરી છે, કાયદા ની મજાક બનાવનાર સામે સત્યડે અડગ રહેશે અને છેક સુધી લડી લેવાનો નીર્ધાર રાખે છે અને કોઈની શહે શરમ નહીં રાખી જનતા માં ચાલી રહેલા બે કાયદા નો વિરોધ જારી રાખશે ગરીબો સામે તરતજ એકશન લેવાય છે અને લાગવાગિયાઓ ને સાચવી લેવાતા હોવાની જે છાપ જનતા માં ઘર કરી ગઈ છે તે દૂર કરવા નામદાર કોર્ટ જાતે દરમ્યાન ગિરી કરી જેતે વિભાગ ને આ પ્રકરણ માં કશુરવારો સામે પગલાં ભરી તપાસ નો આદેશ આપે તેજ સમય ની માંગ છે.
અત્રે ઉલ્લેખનીય છેકે મોજે ગામ શંકર તળાવ તા.જી.વલસાડ મુકામે આવેલ બ્લોક નં.176 જેનું ક્ષેત્રફળ હે.આરે. ચો.મી.0-67-07 છે તે મિલકત ઉપર નામદાર કોર્ટ નો મનાઈ હુકમ હોવાછતાં કોર્ટ ના નિયમો ની ઐસીતેસી કરીને જે માનમાની કરવામાં આવી રહી છે તે મેટર પાછલા મહિનાઓ માં આ અખબાર ના પાને ચમકી ચુકી હોવાછતા જવાબદારો સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ જતા હવે તે લોકો કોલર ઉંચા રાખીને ફરી રહ્યાનું બહાર આવી રહ્યું છે ત્યારે વહાલા દવલા ની નીતિ છોડી તંત્ર નિષ્પક્ષ રીતે પોતાની જવાબદારી નિભાવે અને લોકો માં ઘટી રહેલો વિશ્વાસ ઉભો કરી હોટલ અને તેના માળતીયાઓ સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરે તે જરૂરી છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com