ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીનું પ્રચંડ પ્રચાર અને પ્રચાર થશે કેટલી અસર ?

0
40

વિધાનસભાની ચૂંટણીની લઇ ભાજપ ફૂલ એકશન મોડમાં જોવા મળી રહી છે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપ એકહથ્થુ શાસન કરી રહી છે. અને આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયા જંગ ખેલાવા જઇ રહ્યો છે. તો બીજી તરફ કેન્દ્રીય સ્તરેથી એક બાદ એક ભાજપના બાહુબલી નેતાઓ ગુજરાતમાં પ્રવાસો કરી રહ્યા છે અને ઠેર-ઠેર સભાઓ ગજવી રહ્યા છે આમા તો ભાજપનું ગઢ ગુજરાત માનવામાં આવે છે અને એ ગઢમાં ગાબડું પાડવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને એકશન પ્લાન તૈયાર કરી રહી છે

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહે પ્રચાર પ્રસારનો મોરચો સંભાળ્યો છે વડાપ્રધાન મોદી આજથી ત્રણ દિવસીય ગુજરાતમાં પ્રવાસે છે જયાં વલસાડમાં જિલ્લામાં તેઓ ભવ્ય રોડ-શો કરશે અને વિશાળ જનસભામાં પણ સંબાધશે સાંજે સાત વાગ્યાના અરસમાં PM મોદી દમણ કોસ્ટગાર્ડના એયર સ્ટેશન પર ઉતરાણ કરશે ત્યાથી સીધા વાપી ખાતે રોડ શોનું પ્રારંભ કરશે જેને લઇ ભાજપના કાર્યકરો અને સમર્થકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ ઉમેદવારોને વડાપ્રધાન જીત મંત્ર પણ આપશે