ભાજપમાં જોડાવાની અટકળો પર આણ્યો અંત હું પાર્ટીથી સંતુષ્ટ છું :લલિત વસોયા

0
71

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઇ ચુકી છે. તો બીજી તરફ તમામ રાજ્કીય પાર્ટીઓ પણ એકશન મોડમાં જોવા મળી રહી છે. ચૂંટણી નજીક જોતા હવે કોંગ્રેસે પણ કમરકસી છે. આજે સોમાનથ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુશર્માની ઉપસ્થિતમાં આજથી કોંગ્રેસ દ્રારા મિશન 2022 વિધાનસભા ચૂંટણીનો શંખનાદ ફૂંકાશે અને સોમનાથી વેરાવળ સુધી ભવ્ય રેલી કરશે હાલ કોંગ્રેસ દ્રારા સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવા બેઠકો ધમધમાટ શરૂ કર્યો છે હાલ સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્ય કાર્યક્રમ હાજર રહેવા સૂચનો કરાયા છે. સૌરાષ્ટ્ર ઝોનની બેઠક અંકે કરવા કોંગ્રેસ દ્રારા કવાયત હાથધરવામાં આવી છે અને પાર્ટી ડેમેજ કોંન્ટ્ર્લ કરવા માટે નવો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે
થોડાકા દિવસ આગાઉ કોંગ્રેસના ઉપલેટાના સિનિયર ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસથી છેડો ફાડે તેવી અટકળો વેગવાન બની હતી જોકે આ તમામ અટકળોને વસોયાએ અંત આણ્યો છે. કહ્યુ કે હું કોંગ્રેસ સાથે જ રહેવાનો છું અને સૌરાષ્ટ્રમાં આ વખતે કોંગ્રેસ ખૂબ સારો પ્રદર્શન કરશે તેવી આશા વ્યકત કરી હતી
લલિત વોસાયાએ ભાજપમાં જવાની અટકળો પર બોલાતા જણાવ્યુ હતુ કે 2017માં ચૂંટણી જીત્યો ત્યારે કેટલાક મારા અંગત લોકો ભાજપ જવાની અટકળો લગાવતા હતા આ અટકળો પાયાવિહોણી છે અને મિડિયા પણ આ બાબતો ચલાવતી હોય છે બે દિવસથી સૌરાષ્ટ્ર ઝોનની બેઠકની વ્યવસ્થામાં હું વ્યસ્ત છું મને પાર્ટીથી કોઇ નારાજગી નથી થોડાક દિવસ આગાઉ લલિત વસોયા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી એક મંચ પર જોવા મળ્યા હતા અને પોતાના એકબીજા સાથે સ્ટેટસ વોટસએપ પર મુકતા સૌ કોઇના ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા જો કે લલિત વાસોયા આ સ્ષટતા કરતા તમામ ચર્ચાનું અંત આણ્યો હતો