એક તરફ વિધાનસભાની ચૂંટણી માથે છે તો બીજી તરફ ફરી એકવાર કોંગ્રેસમાં આંતરિક જુથવાદ અને વિવાદ સામે આવ્યું છે. દાણીલીમડા કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ગોમતીપુર ખાતે સભા ગજવવા ગયા હતા જયાં કેટલાક લોકોએ તેમનો વિરોધ કર્યો હતો ધારાસભ્ય શૈલેષ પરમારે પક્ષના કેટલાક નેતાઓ પર આક્ષેપનો મારો ચલાવ્યો છે. જેમાં કહ્યુ કે કોંગ્રેસના કેટલા કહેવાતા નેતાઓના માર્ગદર્શન હેઠળ મારા વિરુદ્ધ ષડયંત્ર થઇ રહ્યા છે તેમજ કેટલાક આગેવાનો સામે પગલા નહી ભરાય તો મારા કરતા પાર્ટીને વધુ નુકશાન થઇ શકે છે
બે ચાર લોકો એવા છે કે લોકોને આગળ ધરીને પૌસા આપીને મોબાઇલ આપીને આ રીતના સારા કાર્યક્રમમાં હંગામો ઉબો કરવો અને સોશિયલ મડિયા પર વાયરલ કરવુ હકીક્તમાં જે બનાવો બન્યા છે તેમાં પ્રોગ્રામો પૂર્ણ થઇ ગયા પછી આ વિડિયો વાયરલ કરવામાં આવ્યા છે અને કોઇપણ જગ્યાએ હું એટલો કાચો ધારાસભ્ય નથી છેલ્લા 4 ટર્મથી જીતતો આવ્યો છે પ્રજાની વચ્ચે રહું છું હું સ્ટેજ પરથી કે કાર્યક્રમ છોડીને હજુ સુધી ભાગ્યો નથી તેમજ પાર્ટી આવા લોકો સામે લાલઆંખ નહી કરે તો મને પણ નુકશાન થઇ શકે છે પ્રદેશ અને અમદાવાદના કેટલાક આગેવાનો મારી સીટ પર નહી અમદાવાદની ચારેય સીટ પર ધારાસભ્યોને ડિસ્ટર્બ કરવા માટે અલગ-અલગ ષડયંત્ર કરી રહ્યા છે તેમજ શૈલેષ આવા લોકો સામે પડકાર ફેંકતા કહ્યુ કે સીધો સાદો લાગું છું પણ સીધો નથી મતગણતરી બાદ વિરોધીઓને મળશે જવાબ તેમજ પાર્ટીને પણ આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે