વિધાનસભાની ચૂંટણીનો આંતરિક રણશિંગુ ફુંકાઇ ચૂક્યો છે તમામ રાજ્કીય પાર્ટીઓમાં ટિકિટ ફાળવાની શરૂઆત થઇ ચૂકી છે. ત્યારે ટિકિટને લઇને અન્ય પક્ષોમાં વિખવાદ પણ સપાટીએ જોવા મળી રહ્યો છે અને ટિકિટ અંગે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે, થોડાક દિવસ અગાઉ જમાલપુર-ખડિયાના કોંગ્રેસના ધારાસભ્યને રિપીટ ન કરવા NSUI વિરોધ શૂર ઉઠ્યો હતો. અને કોંગ્રેસ દ્રારા તાજેતરમાં બહાર પાડેલી યાદીમાં ઇમરાન ખેડાવાલને જમાલપુર ખડિયાથી રિપીટ કરવાનું નિર્ણય લીધુ છે.
જેને લઇ જમાલપુર-ખડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલનું નિવેદન સામે આવ્યો છે મારી ઇચ્છા 15મી વિધાનસભાના ધારાસભ્ય બનવાની વ્યકત કરી છે હું જમાલપુર-ખડિયાની બેઠક પરથી જ ચૂંટણી લડીશ આગામી વિધાનસભામાં કોંગ્રેસની સરકાર બનાવાની છે એને લઇ પક્ષ બદલવાની કોઇ વાત જ નથી.