હાલ માં નોટબંધી ને લઈને સમગ્ર દેશ માં અરાજકતા નો માહોલ છે ત્યારે આવક વેરા વિભાગે હૈદ્રાબાદના બિઝનેસમેન બી લક્ષ્મણ રાવના ઘરે દરોડા પાડ્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. લક્ષ્મણ રાવે ઇનકમ ડેક્લેરેશન સ્કિમ હેઠળ 9800 કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી. આઈડીસી હેઠળ મોટી આવક જાહેર કર્યા બાદ પ્રથમ હપ્તાની રકમ ભરવામાં નિષ્ફળ રહેતા આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. લક્ષ્મણ રાવના રહેઠાણ ઉપરાંત તેના સગા-સંબંધીઓ તથા મિત્રોના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, લક્ષ્મણ રાવ ચાર જેટલી કંપનીમાં ડાયરેક્ટર છે. આ ચારેય કંપનીએ પોતાની બેલેન્સ શીટ રજીસ્ટ્રાર કંપની સમક્ષ જમા કરાવી નથી. લક્ષ્મણ અને તેની પત્ની જે કંપનીમાં ડાયરેક્ટર છે તે બીએલઆર બિલ્ડરે છેલ્લે 31 માર્ચ 2014ના રોજ બેલન્સ શીટ ફાઈલ કરી હતી જેમાં કંપની કુલ એસેટ્સ માત્ર 1.42 લાખ રૂપિયા દર્શાવામાં આવી છે. આ અગાઉ, આઈટી વિભાગે અમદાવાદના વેપારી મહેશ શાહને 13800 કરોડની બ્લેક મની જાહેર કર્યા બાદ પહેલો હપ્તો ન ભરી શકતા અટકાયત કરી હતી. હપ્તો ન ભર્યા બાદ મહેશ શાહ પહેલા તો ગુમ થઈ ગયો અને ત્યારબાદ નાટકિય રીતે એક ખાનગી ચેનલ સમક્ષ હાજર થઈને ખુલાસા કર્યા હતા. આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ આ પહેલા પોતાના રાજનીતિક પ્રતિસ્પર્ધી તરફ ઈશારો કરતાં કહ્યું હતું કે, આઈડીએસયોજના હેઠળ હૈદ્રાબાદમાં જાહેર કરવામાં આવેલ 13 હજાર કરોડ રૂપિયાના કાળા નાણાંમાંથી 10 હજાર કરોડ રૂપિયા તો એક જ વ્યક્તિના છે. જોકે પ્રખથમ હપ્તો ન ભરતા આખરે તે વ્યક્તિનું નામ હવે સામે આવી ગયું છે.હવે આ પ્રકરણ મીડિયા માં બહાર આવતા સંબંધિતો દોડતા થઇ ગયા છે.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.