કામેચ્છામાં ઘટાડો થયો છે તો કરો જાયફળનું સેવન, બીજા પણ અનેક રોગમાં ઉપયોગી

આમ તો આજકાલ આધૂનિક મેડિકલ સાયન્સ પાસે બધી જ બીમારીઓની સારવાર છે. પરંતુ જ્યારે આ સાયન્સ નહોતું ત્યારે પણ આ બધી બીમારી તો હતી જ અને તેના ઉપચાર પણ હતા. જે શાસ્ત્રને આજે આપણે આયુર્વેદ તરીકે ઓળખીએ છીએ.
ભલે તમે આયુર્વેદ જાણતા ન હો પરંતુ તમારા કિચન અને પાસેની કરિયાણાની દુકાનેથી જ તમને કેટલીય એવી જડબુટ્ટી મળી જશે જ તમને આપશે સમસ્યાનું સમાધાન. જેમ કે કોઇપણ લગ્નજીવનમાં શારીરિક સંબંધો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એમ કહો તો પણ ચાલે કે લગ્ન જીવનની સફળતા માટે શારીરિક નિકટતા ખૂબ જરુરી છે.
પરંતુ ઘણીવાર એવું બને છે કે કોઈને કોઈ કારણસર પતિ અથવા પત્નીમાં સેક્સ પ્રત્યે રુચી ઓછી થઈ જાય છે. જેના કારણે બીજા પાત્ર સાથેના જીવનમાં તણાવની શરુઆત થાય છે. આજકાલની ફાસ્ટ લાઇફમાં આ પ્રોબ્લેમ ઘણા કપલ્સમાં જોવા મળે છે. ત્યારે તેનો ઉપાય પણ ખૂબ સહેલો છે. જે તમારા કિચનમાં રહેલા જાયફળમાં છે.
જાયફળ સામાન્યરીતે દરેક ભારતીય કિચનમાં સહેલાઈથી મળી જતી જડીબુટ્ટી છે. પ્રાચીન સમયમાં અનેક સેક્સ સમસ્યાના ઉપાય તરીકે જાયફળનો ઉપયોગ થતો હતો. આજે પણ આદિવાસી સમાજમાં શરીરને હ્રષ્ટપુષ્ટ રાખવા માટે જાયફળનો ઉપયોગ થાય છે.
જેમને સ્પર્મ પાતળું થઈ જવાની બીમારી હોય અથવા તો શુક્રાણુઓનું કાઉન્ટિંગ ઓછું હોય તેમના માટે જાયફળ ખૂબ જ કારગર ઉપાય સાબિત થાય છે. જ્યારે મહિલાઓમાં પણ સેક્સની રુચિ વધારવા માટે જાયફળ લાભદાયક છે. જાયફળના સેવનથી શારીરિક ઉત્તેજના ખૂબ ઝડપે વધે છે.
શારીરિક સંબંધોમાં રુચિ વધારવા ઉપરાંત અન્ય પણ બીજી બીમારીમાં જાયફળ ઉપયોગી છે. રોમન અને ગ્રીક સભ્યતામાં જાયફળ થાક અને સ્ટ્રેસ દૂર કરવા માટે થતો હતો. જ્યારે બાળકોમાં એકાગ્રતા વધારવા પણ તેનો ઉપયોગ થાય છે.
ચીનમાં પણ પ્રાચિન ગ્રંથોમાં જાયફળનો ઉલ્લેખ પીડા નાશક તરીકે જોવા મળે છે. શરીરના કોઇપણ ભાગની પીડાને દૂર કરવા માટે જાયફળ જરુરી છે.
જ્યારે પ્રાચીન ભારતમાં પેટને લગતી બીમારીઓ જેવી કે અપચો, કબજીયાત, ડાયેરિયા અને અન્ય તકલીફો માટે જાયફળનો ઉપયોગ થતો હતો. તો મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે પણ જાયફળનો ઉપયોગ થાય છે.
જાયફળના સેવનથી કિડની અને લિવરની બીમારીઓમાં પણ લાભ મળે છે. કિડની અને લિવર બંનેને જાયફળ શુદ્ધ કરે છે. જેમને પથરી અને લિવરની સમસ્યા છે તેમણે જરુર જાયફળનું સેવન કરવું જોઈએ.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com