ઉનાળે પાણીની તંગી થશે તો રૂપાણીને રાજકોટમાં પ્રવેશ બંધ: વિપક્ષ

સૌરાષ્ટ્રના સહિત રાજકોટમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા પાણીની પારાયણ જોવા મળી રહી છે. રાજકોટના તમામ જળાશયોમાં આગામી બે થી ત્રણ માસ ચાલે તેટલું જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીની સમસ્યાને લઇ રાજકોટમાં જળ સંકટ ઘેરૂ બન્યું છે. જો કે આ મુદે મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા લાલઘૂમ બન્યા હતા અને કહ્યું હતું કે જો ભર ઉનાળે પાણીકાપ નાંખવામાં આવશે તો મુખ્યમંત્રી રૂપાણીને રાજકોટમા પ્રવેશવા દેવામાં નહી આવે.રાજકોટના જળાશયોમાં તળિયા દેખાતા વિરોધ પક્ષ દ્વારા આ શાસકપક્ષની અણ આવડત ગણાવવામાં આવી હતી સાથે જ જણાવ્યું હતું કે , ભાજપ સરકાર ચૂંટણી સમયે મસ મોટા વાયદા કરી મત મેળવે છે અને ઉનાળા દરમિયાન લોકોને પાણી અંગે મુશ્કેલી થશે તો રાજકોટના લોકોને સાથે રાખી મેયર, કમિશ્નરનો ઘેરાવની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જરૂર પડ્યે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાગઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં લદાયેલો બમણો પાણીવેરો દૂર નહીં કરાય તો મેયરને શાંતિથી બેસવા દેવામાં નહીં આવે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com