નોર્થ ઈસ્ટ ફરવાનો જવાનો પ્લાન હોય તો, રેલ્વે આપના માટે લાવ્યું છે શાનદાર પેકેજ

0
70

જો આપ પણ નોર્થ ઈસ્ટ ફરવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો, આપના માટે સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, ભારતીય રેલ્વે અંતર્ગત આઈઆરસીટીસી શાનદાર અને વાજબી ટ્રેન ટૂર પેકેજ આપી રહ્યું છે. આ પેકેજ દ્વારા આપ શિલોંગ, ચેરાપૂંજી, મોલિનોન્ગ, મૌસિનરામ અને ગુવાહટી ફરવાનો મોકો મળશે.આઈઆરસીટીસીએ આ રેલ ટૂર પેકેજની ઘોષણા પોતાના ટ્વિટર હેંડલ પર કરી છે. આ પેકેજ માટે બુકીંગ માટે મુસાફર આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈને ઓનલાઈન કરી શકશે. સાથે જ આઈઆરસીટીસી પર્યટક સુવિધા કેન્દ્ર અને ક્ષએત્રિય કાર્યાલય દ્વારા પણ બુકીંગ કરી શકશો.

https://twitter.com/IRCTCofficial/status/1568214812190216192?s=20t=JvVdAq_AA6O61yyKFEjQIAહાવડાથી શરુ થશે પેકેજની શરુઆતઆ સમગ્ર યાત્રા 9 દિવસ અને 8 રાતની હશે. આ પેકેજની શરુઆત હાવડાથી થશે. આ પેકેજમાં આપને ખાવા-પીવાની સુવિધા પણ મળી રહેશે. બ્રેકફાસ્ટ અને ડિનર પણ પેકેજમાં સામેલ છે. આ ઉપરાંત હોટલમાં રોકાવાની સુવિધા પણ આપવામાં આવશે.

કેટલો આવશે ખર્ચોપેકેજના ખર્ચની વાત કરીએ તો, કંફર્ટ ક્લાસમાં જો એક સાથે 6 લોકો બુક કરશે તો પ્રતિ વ્યક્તિ ખર્ચ 27,810 રૂપિયા છે. જો એક સાથે 4 લોકો બુક કરાવે છે તો પ્રતિ વ્યક્તિ ખર્ચ 32060 રૂપિયા છે. તો વળી ટ્રિપલ ઓક્યૂપેંસી પર પ્રતિ વ્યક્તિ ખર્ચ 31650 રૂપિયા અને ડબલ ઓક્યૂપેંસી પર 40,170 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખર્ચ છે. 5થી 11 વર્ષના બાળક માટે બેડ સાથે 14610 રૂપિયા ખર્ચ આવશે.ટૂર પેકેજની સંપૂર્ણ ડિટેલ્સ

પેકેજનું નામ – Majestic North East Rail Tour Package Ex. Howrah
ડેસ્ટિનેશન કવર – શિલોંગ, ચેરાપૂંજી, મોલિનોન્ગ, મૌસિનરામ અને ગુવાહાટી
ટૂરનો સમયગાળો – 9 દિવસ / 8 રાત
મીલ પ્લાન – બ્રેકફાસ્ટ અને ડિનર
ટ્રાવેલ મોડ – રેલવે
ક્લાસ – 3AC
ફ્રીક્વેન્સી – દર શુક્રવારે

ઉલ્લેખનીય છે કે ભારત દર્શન માટે IRCTC દ્વારા અનેક પેકેજની જાહેરાત થતી રહે છે. જેથી લોકો ભારતની ખુબસૂરતીને માણી શકે.