જો તમારી કારમાં લગાવશો ફાસ્ટટેગ, તો SBI કરોડો ગ્રાહકોને આપી રહી છે મોટો ફાયદો…

0
138

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દેશના કરોડો લોકો માટે વિશેષ સુવિધાઓ લઈને આવી છે. જો તમે પણ કાર ચલાવો છો અને તમારા વાહનમાં FASTag લગાવેલ છે, તો તમારે ખુશ થવું જોઈએ. હાલમાં દેશભરમાં FASTag દ્વારા ટોલ ટેક્સ ચૂકવવામાં આવે છે, તેથી ઘણી વખત લોકોને ટોલ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ હવેથી તમને બેલેન્સ સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો હવે FASTag બેલેન્સ સરળતાથી ચેક કરી શકશે. SBIએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ચાલો તમને જણાવીએ શું છે પ્રક્રિયા-

સ્ટેટ બેંકે તેના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે પ્રિય SBI FASTag ગ્રાહક, હવે જો તમે તમારા FASTagનું બેલેન્સ ચેક કરવા માંગો છો, તો તેના માટે માત્ર એક મેસેજ મોકલવો પડશે. તમે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7208820019 નંબર પર મેસેજ કરી શકો છો અને તમારું FASTag બેલેન્સ ચેક કરી શકો છો.

તમને જણાવી દઈએ કે જો તમારી પાસે FASTag છે, તો તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી FTBAL લખીને 7208820019 નંબર પર મેસેજ મોકલવો પડશે. જો તમારી પાસે એકથી વધુ FASTag છે, તો આવી સ્થિતિમાં તમારે FTBAL <કાર નંબર> લખીને 7208820019 પર મેસેજ કરવો પડશે.