જો તમારા બાળકને સારું શિક્ષણ મળી જશે તો તમારા ઘરની ગરીબી દૂર થઈ શકે છેઃ અરવિંદ કેજરીવાલ

0
110

‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં ઓટો ડ્રાઈવરો સાથે સંવાદ કર્યો.

છેલ્લા 27 વર્ષમાં ગુજરાતનાં કોઇ પણ ભાજપવાળાએ તમારી સામ-સામે બેસીને વાતચીત કરી નથી, પરંતુ અમે રીક્ષા ચાલકોનું સન્માન કરીએ છીએ, અમે તેમને અમારા માનીએ છીએ, અમે તેમને અમારા પરિવારનો ભાગ માનીએ છીએ: અરવિંદ કેજરીવાલ

હું તમારા બાળકોને મફત અને સારું શિક્ષણ આપીશ, રીક્ષાવાળાનાં બાળકો મોટા થઈને ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને મોટા માણસો બનશેઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં આપણા રીક્ષા ચાલક ભાઇઓનાં બાળકો ડોક્ટર, એન્જિનિયર, વકીલ બની રહ્યા છે, મોટા એડમિશન મળી રહ્યા છેઃ અરવિંદ કેજરીવાલ

હું ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે જો તમે ગુજરાતમાં તક આપો તો 5 વર્ષમાં સાથે મળીને ગુજરાતને પણ બદલી નાખીશું: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ગુજરાતમાં પણ તમારા સમગ્ર પરિવાર માટે સારી અને મફત સારવારની સુવિધા અપાવીશું: અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં અમારી સરકાર બનાવી દો, તો 1 માર્ચથી તમારા સૌનાં વીજળીના બીલ ઝીરો આવવા લાગશે : અરવિંદ કેજરીવાલ

જો સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ હશે તો ઘણા પૈસા બચશે અને તે પૈસા જનતા પર ખર્ચાશે: અરવિંદ કેજરીવાલ

અમારી સરકાર બન્યા પછી અમે ગુજરાતમાં તમામ રીશ્વતખોરી બંધ કરીશું, તમે પોલીસ, સરકારી વિભાગને લાંચના નામે જે પણ પૈસા આપતા હતા તે બધા પૈસા તમારી પાસે બચી જશેઃ અરવિંદ કેજરીવાલ

અમે લોકડાઉનમાં 1.5 લાખ રીક્ષા ચાલકોને બે વખત રૂપિયા 5000 આપ્યા જેથી તેમના ઘરે રોટલી, દૂધ આવતું રહે અને તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય – અરવિંદ કેજરીવાલ

આ તમામ નેતાઓના બાળકો વિદેશમાં ભણે છે, આપણા બાળકોને સરકારી શાળામાં સારું શિક્ષણ મળી જશે આ પણ તેમનાથી સહન નથી થઈ શકતું અને કહેવા લાગ્યા છે કે કેજરીવાલ મફતની રેવડી વહેંચી રહ્યો છેઃ અરવિંદ કેજરીવાલ

ગુજરાતના તમામ ઓટો ડ્રાઈવરોએ પોતાની સવારીઓને કહેવું પડશે કે દિલ્હીમાં કેજરીવાલે કેટલા અદ્ભુત કામ કર્યા છે: અરવિંદ કેજરીવાલ

આ લોકોએ પોતાના મિત્રોને ફાયદો કરાવવા માટે આખા દેશના યુવાનોને જોખમ પર મૂકી દીધા છે, આજે ગુજરાતમાંથી જે ડ્રગ્સ આવે છે તેનું સેવન ગુજરાત અને પંજાબ તેમજ આખા દેશના યુવાનો કરે છેઃ અરવિંદ કેજરીવાલ

અમદાવાદ/ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ફરી એકવાર ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપવા ગુજરાત આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી સાંજે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા સહિત ઘણાં બધાં કાર્યકરોએ અરવિંદ કેજરીવાલજી નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

જો સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ હશે તો ઘણા પૈસા બચશે અને તે પૈસા જનતા પર ખર્ચાશે: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું અને ભ્રષ્ટાચારીઓ સામે ઝીરો ટોલરન્સ વલણ અપનાવવામાં આવશે. કોઈ ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર નહીં કરે, લોકો પોતાના કામ કરાવવા માટે સરકારી કચેરીઓમાં જશે તો પૈસા આપ્યા વગર તેમના કામ થઈ જશે. અત્યાર સુધી જે પણ ભ્રષ્ટાચાર થયો છે તે તમામની તપાસ કરાવીશું, જે પેપરો ફૂટ્યા છે તેની પણ તપાસ કરાવીશું અને દોષિતોને સજા અપાવીશું. જો સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર હશે તો ઘણા નાણાંની બચત થશે અને તે નાણાં પ્રજા માટે ખર્ચાશે. આજે જે પૈસા લૂંટીને સ્વિસ બેંકમાં જમા કરાવવામાં આવે છે, તે પૈસા અમે જનતા પર ખર્ચ કરીશું. આ વખતે અમારી ગેરંટી એ છે કે અમે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું.

આ લોકોએ પોતાના મિત્રોને ફાયદો કરાવવા માટે આખા દેશના યુવાનોને જોખમ પર મૂકી દીધા છે, આજે ગુજરાતમાંથી જે ડ્રગ્સ આવે છે તેનું સેવન ગુજરાત અને પંજાબ તેમજ આખા દેશના યુવાનો કરે છેઃ અરવિંદ કેજરીવાલ

બાદમાં, અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતમાં વારંવાર પકડાઇ રહેલા ડ્રગ્સ વિશે વાત કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં કેટલીક ઘટનાઓમાં, આપણે જોયું છે કે ગુજરાતના એક બંદરે ડ્રગ્સ આવે છે અને ત્યાંથી પંજાબ અને દેશનાં વિભિન્ન ભાગોમાં ડ્રગ્સ પહોંચાડવામાં આવે છે. એમાં ક્યાંક ને ક્યાંક વહીવટીતંત્રની મિલીભગત છે. સમાચારપત્રોમાં એક સમાચાર છપાયા હતા કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં 22 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે, તે જ ડ્રગ્સ પકડાયું છે, તો પછી પકડાયા નથી તેવા ડ્રગ્સની સંખ્યા કેટલી હશે. વિચારવા જેવી વાત છે કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવી રહ્યું છે પરંતુ વહીવટીતંત્ર તેને અટકાવી શકતું નથી. આ લોકોએ પોતાના મિત્રોને ફાયદો કરાવવા માટે આખા દેશના યુવાનોને બાજુ પર રાખ્યા છે. આજે આ ડ્રગ્સ જે ગુજરાતમાંથી આવે છે તેનું સેવન ગુજરાત, પંજાબ તેમજ સમગ્ર દેશના યુવાનો કરે છે. આ બધું બંધ થવું જોઈએ અને જનતા હવે ખૂબ જ નારાજ છે અને કહી રહી છે કે, આ બધું કેમ બંધ નથી થઈ રહ્યું? ઘણી વખત એવું પણ બન્યું છે કે જે ટ્રાવેલ્સ ગુજરાતમાં આવી છે તેનું મુખ્ય સ્થળ પંજાબ હતું, પરંતુ પંજાબ પોલીસ અને ગુજરાત પોલીસે મળીને તે ડ્રગ્સને પકડ્યું છે.

છેલ્લા 27 વર્ષમાં ગુજરાતનાં કોઇ પણ ભાજપવાળાએ તમારી સામ-સામે બેસીને વાતચીત કરી નથી, પરંતુ અમે રીક્ષા ચાલકોનું સન્માન કરીએ છીએ, અમે તેમને અમારા માનીએ છીએ, અમે તેમને અમારા પરિવારનો ભાગ માનીએ છીએ: અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ અમદાવાદમાં ભારત માતા કી જય સાથે રીક્ષા ચાલકો સાથે જાહેર સંવાદ કરતા કહ્યું કે, દિલ્હી અને પંજાબના રીક્ષા ચાલકો મને ખૂબ ચાહે છે અને હવે ગુજરાતના રીક્ષા ચાલકો પણ મને ખૂબ ચાહે છે. હું પણ તમને ખૂબ ચાહું છું. હમણાં જ એક રીક્ષા ચાલકે મને કહ્યું કે, તમે પંજાબમાં જમવા ગયા હતા, તો શું તમે અમારી સાથે જમવા આવશો? આ માટે આજે સાંજે ઇસુદાનભાઇ અને ગોપાલભાઇ સાથે તે રીક્ષા ચાલકના ઘરે જમવા જઇશું. હું તમને પૂછવા માંગુ છું કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, શું ક્યારેય ભાજપના કોઈ વ્યક્તિએ તમારી સાથે આ રીતે સામ-સામે આવીને વાતચીત કરી છે? તમને માન આપ્યું? તમારો આદર કર્યો? તમારા ઘરે જમવા આવ્યા? પરંતુ અમે તમારું સન્મન કરીએ છીએ. અમે તમને અમારા ગણીએ છીએ. અમે તમને અમારા પરિવારનો એક ભાગ માનીએ છીએ.

અમે લોકડાઉનમાં 1.5 લાખ રીક્ષા ચાલકોને બે વખત રૂપિયા 5000 આપ્યા જેથી તેમના ઘરે રોટલી, દૂધ આવતું રહે અને તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય – અરવિંદ કેજરીવાલ

ઓટો ડ્રાઇવરો અમને ચાહે છે કારણ કે અમે તેમનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે લોકડાઉન લાદવામાં આવ્યું ત્યારે બધા ઘરમાં રહેતા હતા, કોઇ પેસેન્જર નહોતું, ઘરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો. ત્યારે દિલ્હીમાં અમે તમામ રીક્ષા ચાલકોના ખાતામાં પહેલીવાર 5000 અને બીજી વખત 5000 આપ્યા હતા. અમે 1.5 લાખ રીક્ષા ચાલકોને બે વખત 5000 રૂપિયા આપ્યા હતા જેથી તેમના ઘરે રોટલી, દૂધ આવતું રહે અને તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે.

હું તમારા બાળકોને મફત અને સારું શિક્ષણ આપીશ, રીક્ષાવાળાનાં બાળકો મોટા થઈને ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને મોટા માણસો બનશેઃ અરવિંદ કેજરીવાલ

રીક્ષા ચાલકો લોઅર મિડલ ક્લાસ હોય છે, તેઓ ખૂબ જ મુશ્કેલીથી તેમના ઘરના ખર્ચાઓ પૂરા કરે છે. એટલા માટે તેઓ પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલે છે. પરંતુ ગુજરાતમાં સરકારી શાળાનું શિક્ષણ ઘણું ખરાબ છે. અહીં હાજર લોકોમાંથી જે પણ રીક્ષા ડ્રાઇવર પોતાના બાળકોને ડોક્ટર અને એન્જિનિયર બનાવવા માંગે છે, હું તેમને કહેવા માંગુ છું કે અમારી સરકાર બનાવો, હું તમારા બાળકોને ડૉક્ટર, એન્જિનિયર અને વકીલ બનાવીશ. જો તમે તેમની સરકાર બનાવશો તો તમારા બાળકો હંમેશા ગરીબ રહેશે. આજે ગુજરાતની સરકારી શાળાઓમાં બાળકોની હાલત ખરાબ છે. દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી અહીં આવ્યા હતા, તેમણે પણ જોયું અને મેં પણ જોયું છે. મેં દિલ્હીની સરકારી શાળાઓને શાનદાર બનાવી છે. દિલ્હીમાં આપણા રીક્ષા ચાલક ભાઈઓના બાળકો ડોકટર, એન્જીનીયર, વકીલ બની રહ્યા છે અને મોટી જગ્યાઓએ એડમીશન લઈ રહ્યા છે. હું તમારા બાળકોને મફત અને સારું શિક્ષણ આપીશ, રીક્ષા ચાલકનું બાળક મોટા થઈને ડોક્ટર, એન્જિનિયર, વકીલ અને કંઈક મોટું અને સારું બનશે. રીક્ષા ચાલકોની આવક ભાગ્યે જ 10,000 થી 15,000 ની હોય છે. જો તમારું બાળક એન્જિનિયર બનશે તો તેનો પગાર 3 લાખથી શરૂ થશે. જો તમારું બાળક સારું શિક્ષણ મેળવશે તો તમારા ઘરની ગરીબી દૂર થઈ શકે છે.

આ તમામ નેતાઓના બાળકો વિદેશમાં ભણે છે, આપણા બાળકોને સરકારી શાળામાં સારું શિક્ષણ મળી જશે આ પણ તેમનાથી સહન નથી થઈ શકતું અને કહેવા લાગ્યા છે કે કેજરીવાલ મફતની રેવડી વહેંચી રહ્યો છેઃ અરવિંદ કેજરીવાલ

જ્યારે હું કહું છું કે હું તમારા બાળકોને સારું શિક્ષણ આપીશ તો તેઓ કહે છે કે, કેજરીવાલ મફતની રેવડી વેચે છે. પરંતુ જ્યારે મફતમાં સારું શિક્ષણ મળશે ત્યારે જ દેશની પ્રગતિ થશે. આ તમામ નેતાઓના બાળકો વિદેશમાં ભણે છે, આપણા બાળકોને સરકારી શાળામાં સારું શિક્ષણ મળતું થઇ જશે આ વાત તેમનાથી સહન થતી નથી.એટલા માટે કહેવા લાગ્યા છે કે કેજરીવાલ મફતની રેવડી વહેંચી રહ્યા છે. પણ અમે તો મફતની રેવડી આપીશું, તમારે જે કરવું હોય તે કરી લો. ભાજપવાળાએ તો સ્પષ્ટ કહી દિધું છે કે તેઓ તમને મફતની રેવડી નહીં આપે. એટલે કે તમારા બાળકોને મફત શિક્ષણ નહીં આપે, સારું શિક્ષણ નહીં આપે. તેઓ એવું કહેવા માંગે છે કે, જો તમારે સારું શિક્ષણ આપવું હોય તો તમારા બાળકોને પ્રાઇવેટ શાળામાં મોકલો. તેમને વોટ આપવાનો કોઈ ફાયદો નથી, બાળકો બરબાદ થઇ જશે. જો તમે અમને વોટ આપશો તો તમારા બાળકો મોટા માણસ બનશે.

આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ગુજરાતમાં પણ તમારા સમગ્ર પરિવાર માટે સારી અને મફત સારવારની સુવિધા અપાવીશું: અરવિંદ કેજરીવાલ

દિલ્હીમાં અમે શાનદાર હોસ્પિટલો બનાવી, મોહલ્લા ક્લીનિક બનાવી દીધા, દરેકની સારવાર મફત કરી દીધા. ભલે 10 લાખ, 20 લાખ, 50 લાખનો સારવારનો ખર્ચ થતો હોય, દિલ્હીમાં દરેકને મફત સારવાર અને સારી સારવાર મળે છે. નાની મોટી બીમારી હોય તો પણ આજકાલ દરેકને રુપિયા 4000 થી 5000 સુધીનો ખર્ચ થાય છે. અને જો કોઈ મોટી બીમારી હોય તો બધું વેચાઈ જાય છે. ઘર, જમીન, મિલકત, ઝવેરાત અને રીક્ષા પણ વેચાઇ જાય છે. પરંતુ દિલ્હીમાં એવું નથી. દિલ્હીમાં બે કરોડની જનતા માટે તમામની મફત સારવાર કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીની સરકાર બનાવી દો, અમે ગુજરાતમાં પણ તમારા સમગ્ર પરિવાર માટે સારી અને મફત સારવારની સુવિધા અપાવીશું. આપણા હિંદુ ધર્મમાં લખ્યું છે કે કોઈપણ અસ્વસ્થ વ્યક્તિની સારવાર કરવામાં આવે તો પુણ્ય મળે છે. પરંતુ તેમનું કહેવું છે કે મફતમાં સારવાર ન આપવી જોઈએ. પણ હું તમને મફત અને સારી સારવાર કરાવીશ, તમારા પરિવારનું ધ્યાન રાખીશ. કોઈપણ સાંસદ, ધારાસભ્ય કે મંત્રીના ઘરેથી કોઈ બીમાર પડે તો આ લોકો સારવાર માટે લંડન જાય છે અને તેના તમામ પૈસા સરકારને જાય છે. પરંતુ તેઓ જનતાને મફત સારવારની સુવિધા આપવાનું પસંદ કરતા નથી. તમે લોકો મફતની રેવડી લેશો તો અમે પણ લઈશું. જો તમે લોકો વિદેશમાં જઈને તમારી સારવાર કરાવો તો અમે ઓછામાં ઓછું સરકારી હોસ્પિટલમાં જઈને પોતાની સારવાર કરાવી શકીએ છીએ. જો તમે અમને મત આપશો તો જેમ દિલ્હીમાં મફત સારવાર મળે છે, તેમ અહીં પણ મળશે.

ગુજરાતમાં અમારી સરકાર બનાવી દો, તો 1 માર્ચથી તમારા સૌનાં વીજળીના બીલ ઝીરો આવવા લાગશે : અરવિંદ કેજરીવાલ

તમે સૌએ જે જણાવ્યું છે તેનાથી મને જાણ થઇ છે કે તમે બધા મોંઘવારીથી હેરાન છો. જો તમારા બાળકોનું શિક્ષણ મફત થઈ જાય, તમારી સારવાર મફત થઈ જાય, તમારી વીજળી મફત થઈ જાય તો તમને ઘણી રાહત થશે એમ હું માનું છું. આજે સમગ્ર દેશમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં છે. અમે દિલ્હી અને પંજાબમાં વીજળી મફત કરી છે તો ગુજરાતની જનતાને મારી અપીલ છે કે જો ગુજરાતમાં અમારી સરકાર બને તો 1 માર્ચથી તમારું વીજળીનું બિલ ઝીરો આવવાનું શરૂ થઈ જશે. કેજરીવાલ જે બોલે છે તે કરીને બતાવે છે, ખોટું નથી બોલતો. મુખ્યમંત્રી અને મંત્રીઓને એક મહિનામાં 4000 યુનિટ મફત વીજળી મળે છે, પરંતુ જ્યારે હું જનતાને 300 યુનિટ મફત વીજળી આપવાની વાત કરું છું ત્યારે તેઓને મરચું લાગે છે અને કહે છે કે કેજરીવાલ મફત રેવડી વહેંચે છે. એ લોકો પોતે મફત વીજળી લે છે પણ જનતાને આપવાની ના પાડે છે, તો આ અન્યાય છે. આજે સીએનજીના ભાવ ઘણા વધી ગયા છે એટલે પૈસા નથી, ઘરખર્ચ નીકળતો નથી, ઉપરથી આવક પણ વધી નથી રહી. જો જનતાને મફતમાં વીજળી મળશે અને બચતનાં પૈસાથી બાળકોને દૂધ પીવડાવી શકશે. અમે બીજું વચન આપ્યું છે કે અમે ગુજરાતમાં દરેક ઘરમાં 18 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયાની સન્માન રાશિ આપીશું. જો એક ઘરમાં 3 મહિલાઓ હોય તો તેમને સરકાર તરફથી દર મહિને 3000 રૂપિયા મળશે.

અમારી સરકાર બન્યા પછી અમે ગુજરાતમાં તમામ રીશ્વતખોરી બંધ કરીશું, તમે પોલીસ, સરકારી વિભાગને લાંચના નામે જે પણ પૈસા આપતા હતા તે બધા પૈસા તમારી પાસે બચી જશેઃ અરવિંદ કેજરીવાલ

અમે દિલ્હીમાં લાંચરુશ્વત સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. કલમ 188 દિલ્હીમાં પણ હતી અને તે દિલ્હીમાં પણ લોકોને હેરાન કરતી હતી. ખોટો કેસ કરીને લોકોની સાથે હત્યારા જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. દિલ્હીમાં પણ રીક્ષા ચાલકોને આમાંથી મુક્તિ મળી છે અને ગુજરાતમાં પણ રીક્ષા ચાલકોને કલમ 188માંથી મુક્તિ મળશે. લાયસન્સ રીન્યુ કરાવવા, માલિકી બદલવી, પરમીટ બદલવી જેવા તમામ સરકારી કામો માટે RTO જવાની જરૂર નથી. અમે દિલ્લીમાં એક નંબર જાહેર કર્યો છે જેના પર ફોન કરતા એક અધિકારી અધિકારી ઘરે આવશે અને તમારું તમામ કામ કરશે. આવા કામો માટે દિલ્હીના રીક્ષા ચાલકોને કોઈ દલાલ પાસે જવાની જરૂર નથી, આજે તેઓ ઘણા પૈસા બચાવે છે. આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી અમે ગુજરાતમાં તમામ લાંચરુશ્વત બંધ કરી દઈશું, તમે પોલીસ, સરકારી ખાતાને લાંચના નામે જે પણ પૈસા આપતા હતા તે બધા પૈસા દ્વારા બચત કરી શકશો. પરંતુ આ માટે તમારે સૌએ સાથે મળીને અમારી સરકાર બનાવવી પડશે.

ગુજરાતના તમામ ઓટો ડ્રાઈવરોએ પોતાની સવારીઓને કહેવું પડશે કે દિલ્હીમાં કેજરીવાલે કેટલા અદ્ભુત કામ કર્યા છે: અરવિંદ કેજરીવાલ

આગામી 2 મહિના સુધી ગુજરાતના તમામ રીક્ષા ચાલકોએ એક કામ કરવું પડશે, વોટ્સએપ દ્વારા દરેક વ્યક્તિને લખો કે હું આમ આદમી પાર્ટીનું સમર્થન કરું છું. દિલ્હીમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં અમારી જીતમાં રીક્ષા ચાલકોનો મોટો હાથ હતો. ત્યારબાદ દરેક રીક્ષા ચાલકો પોતાનાં દરેક પેસેન્જરને કહેવા લાગ્યા હતાં કે અરવિંદ કેજરીવાલ જીને એક તક આપવી જોઈએ. તો તમારે પણ ગુજરાતમાં તમારાં દરેક પેસેન્જર સાથે આ વાત કરવી પડશે. જ્યારે તમારો પેસેન્જર તમને પૂછે છે કે કેજરીવાલને શા માટે તક આપવી જોઈએ, તો તમારે આ બધી માહિતી આપવી પડશે કે કેજરીવાલે દિલ્હીમાં શાળાઓ સારી કરી છે, હોસ્પિટલો સારી કરી છે, વીજળી મફત કરી છે, જો તમારો પેસેન્જર તમને પૂછે કે એક મોકો કેજરીવાલને કેમ આપવો ત્યારે તમારે કહેવાનું છે કે, બાળકોને મફત શિક્ષણ મળવું જોઈએ કે નહીં, લોકોને મફત સારવાર મળવી જોઈએ કે નહીં? અન્ય લોકોની જેમ કેજરીવાલે પણ ₹50 કરોડ ખર્ચીને MLA ખરીદ્યા નથી, ખરું? કેજરીવાલ ભ્રષ્ટાચાર કરતા નથી, કટ્ટર ઈમાનદાર માણસ છે. અને ભ્રષ્ટાચાર નાબૂદ કરીને પોતાની બચતના પૈસાથી જનતાને મફતમાં સુવિધા આપે છે. અન્ય પક્ષના લોકો ભ્રષ્ટાચાર કરીને તમામ ખોટા કામો કરે છે, જેમ કે તેઓ ધારાસભ્યો ખરીદે છે, ઝેરી દારૂ વેચે છે પરંતુ આપણે બધા આ કામ કરતા નથી કારણ કે આમ આદમી પાર્ટી સજ્જનની પાર્ટી છે. તમારે સૌએ બધા પેસેન્જરને આ બધી બાબતો જણાવવી પડશે. અને સોશિયલ મીડિયા દ્વારા વધુમાં વધુ લોકોને મેસેજ મોકલવો પડશે કે માત્ર એક વાર આમ આદમી પાર્ટીને તક આપો.

હું ગુજરાતની જનતાને અપીલ કરવા માંગુ છું કે જો તમે ગુજરાતમાં તક આપો તો 5 વર્ષમાં સાથે મળીને ગુજરાતને પણ બદલી નાખીશું: અરવિંદ કેજરીવાલ

પહેલીવાર જ્યારે અમે ચૂંટણી લડ્યા ત્યારે દિલ્હીના લોકોએ અમને તક આપીને 28 બેઠકો અપાવી અને તે 28 બેઠકો પર અમારી સરકાર બનાવ્યા પછી અમે માત્ર 49 દિવસ કામ કર્યું અને તે 49 દિવસમાં અમે એવું કામ કર્યું કે બીજી વખત દિલ્હીની જનતાએ અમને 67 સીટો આપી દીધી. પછી અમે 5 વર્ષ સુધી એવું શાનદાર કામ કર્યું કે દિલ્હીની જનતાએ અમને બીજી વખત 62 સીટો આપી દીધી. ત્યારપછી પંજાબના લોકોને ખબર પડી કે દિલ્હીમાં શાનદાર કામ થઈ રહ્યું છે, તો પંજાબના લોકોએ પણ અમને તક આપી અને આજે પંજાબમાં પણ વીજળી ફ્રી થઈ ગઈ છે, પંજાબમાં યુવાનોને સરકારી નોકરી મળવા લાગી છે, પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિકની સ્થાપના થઈ છે, દવાઓ અને સારવાર મફત થઈ ગઈ છે અને શાળાઓ પણ સારી થવા લાગી છે. તેથી જ હું ગુજરાતની જનતાને મારી વાત કહેવા માંગુ છું કે જો તમે ગુજરાતમાં એક તક આપો તો 5 વર્ષમાં સાથે મળીને ગુજરાતને પણ બદલી નાખીશું.