‘ધડક’ના સેટ પર જ્હાનવી આવી તો ખરી પણ…

બે દિવસ પહેલા પોતાનો 21મો જન્મદિવસ ઉજવનાર જ્હાનવી કપૂર ફિલ્મ ‘ધડક’ના સેટ પર પરત ફરી છે. નોંધનીય છે કે ગત મહિને જ જ્હાનવી કપૂરે મોમ શ્રીદેવીને ગુમાવી છે. તસવીરોમાં જુઓ સેટ પર જ્હાનવીનો અંદાજ
શશાંક ખેતાન દ્વારા ડિરેક્ટેડ ફિલ્મ ધડકનું શૂટિંગ ગુરૂવારે સવારે જ્હાનવીના કો સ્ટાર ઈશાન ખટ્ટર સાથે બાંદ્રાના કાર્ટર રોડ પર શરૂ થયું હતું. એવા સમાચાર હતાં કે મોમના અચાનક જ અવસાન પછી જ્હાનવી થોડા સમયનો બ્રેક લેશે પરંતુ જ્હાનવીએ સેટ પર પરત ફરીને ટીમને સરપ્રાઈઝ આપી હતી.
સેટ પર હાજર એક સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, ‘જ્હાનવી અને ઈશાન આતા કેટલાક દિવસ માટે બાંદ્રામાં શૂટિંગ કરશે. જ્યાં ફિલ્મના રોમાન્ટિક સીન શૂટ કરવામાં આવશે. જ્યારે આવતા અઠવાડિયે ઇન્ટરવલ પછીની સ્ટોરીનું કામ પૂરું થશે. આ માટે બન્ને કોલકાતા જશે. ફિલ્મનું પહેલા હાફનું શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે.’
મુંબઇ મિરર સાથે વાતચીતમાં ડિરેક્ટરે એ વાત જણાવી હતી કે,’હા, અમે શૂટિંગ બીજીવાર શરૂ કર્યું છે. ટીમે કોઈ જ બ્રેક લીધો નથી. અમે મુંબઇમાં શૂટિંગ શરૂ કર્યું છે. આ પછી અમે કોલકાતા જઈશું.’

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com