ટી.વી ને હાથ માં લઇને ફરી શકાશે .

મેહુલ ભટ્ટ દ્વારા 

અમદાવાદ : ભારત સહીત ૧૩ દેશોમાં કરાયેલા સર્વેમાં બહાર આવેલી વિગતો – ૨૦ હજાર યુઝર્સનો ઓન લાઈન સર્વે આગામી બે વર્ષમાં ૫૦ ટકા ટીવી શો અને વિડીઓ સ્માર્ટ ફોન જ જોવામાં આવશે તેવી વિગતો તાજેતરમાં હાથ ધરવામાં આવેલા પ્રમાણભૂત સર્વેમાં બહાર આવી છે. ૨૦૧૦મા લોકો જેટલા પ્રમાણમાં ટીવી ઉપર કાર્યક્રમો જોતા હતા તેના પ્રમાણમાં છેલ્લા વર્ષોથી સતત ઘટાડો થઇ રહ્યો છે ઉછ ક્ક્ષાનુ નેટ કનેક્શન તેમજ તેના ટેરીફમાં નોધાતા જતા ઘટાડાના કારણે ખાસ કરીને યુવા પેઢી તેના તરફ ઝડપથી આકર્ષતી રહી છે. એરિક્સન કન્ઝ્યુમર લેબ ટીવી એન્ડ મીડિયા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં ઉપરોક્ત વિગતો જાણવા મળી હતી. ટીવી અને વિડીઓ સર્વિસીઝ વધવાની સાથે તેમના સર્ચિંગનો સમય પણ વધી રહ્યો ચી. લોકો દરરોજ એક કલાકથી વધુ સમય સર્ચિંગ માટે વિતાવે છે. જે અગાઉના વર્ષના પ્રમાણમાં તેર ટકા જેટલો વધુ છે. જયારે ૨૦૧૦ની તુલનામાં આમાં ૮૫ ટકા વૃદ્ધી થવા પામી છે.

ભારત સહિતના ૧૩ દેશોમાં હાથ ધરવામાં આવેલા આ સર્વેમાં ૧૬ થી ૬૯ની વય જૂથના ૨૦ હજાર લોકોને આવરી લેવાયા હતા. સર્વેમાં વધુમાં જણાવ્યા મુજબ ૨૦૨૦મા માત્ર ૧૦ ટકા લોકો જ એવા હશે કે જે પારમ્પરિક રીતે ટીવી સ્ક્રીન ઉપર જોતા હશે. જયારે આવનારા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા એક તૃતીયાંશ લોકો વર્ચ્યુઅલ રીયાલીટીનો ઉપયોગ કરતા હશે. સર્વેમાં ૪૮ ટકા લોકોએ કબુલ્યું હતું કે ટીવી અને વિડીયો જોવા માટે જ ઝડપથી ચાલે તેવું નેટ કનેક્શન ખરીદ્યું છે જયારે ૪૨ ટકા લોકોએ એવું કબુલ્યું હતું કે તેઓ પાંચ વર્ષની સરખામણીમાં હાલ વધુ ટીવી સીરીયલ્સ જુએ છે. જયારે ૫૮ ટકા લોકોએ કબુલ્યું હતું કે પહેલેથી નક્કી પ્રોગ્રામની તુલનામાં આ ઓન ડીમાંડ વિડીઓ જોવાનું વધુ પસંદ કરે છે. જયારે ૬ ટકા લોકોએ જણાવ્યું કે તેઓ હવે મોટા સ્ક્રીન ઉપર પ્રોગ્રામ જોવાનું પસંદ કરતા નથી. ભારત, બ્રાઝીલ, કેનેડા, ચીન, જર્મની, ઇટલી, રશિયા, સ્પેન, સ્વીડન, તાઇવાન, ઇંગ્લેન્ડ, અમેરિકા તેમજ દક્ષિણ કોરિયા જેવા દેશોનો આ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક યુઝર્સ પાસે બ્રોડબેન્ડ કનેક્શન હતું અને દરેકજણ અઠવાડિયા એક વાર નેટ ઉપર ટીવી વિડીઓ જોતા હતા. સર્વેના રીપોર્ટ પ્રમાણે ૭૦ ટકા લોકો ટીવી અને વિડીઓ સ્માર્ત ફોન ઉપર જુએ છે. ૨૦૧૨ની તુલનામાં આ આંકડો ડબલ થઇ ગયો છે. ટીવી વિડીઓ જોનારામાં ટીનેજર્સ વધુ ઉત્સાદ દર્શાવી રહ્યા છે. ૧૬થી ૧૯ના વય જૂથના દર્શકો દર સપ્તાહે મોબાઇલ ઉપર ટીવી વિડીઓ જોવા માટે દર સપ્તાહે ૩૩ કલાક વિતાવે છે. જે ૨૦૧૦ની તુલનાએ ઓછામાં ઓછો દસ ક્લાકનો વધારો દર્શાવે છે.

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.