અમેરિકામાં મહિલાએ બેફામ ગતિએ કાર ચલાવી અકસ્માત સર્જોયો ઘટનામાં 5 લોકોના મોત

0
44

અમેરિકાના લોસ એન્જલસમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 5 લોકોના મોત થયા છે 9 લોકોને ગંભીરરીતે ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, આ અકસ્માત અમેરિકાના વિન્ડસર હિલ વિસ્તારમાં થયો હતો. ટ્રાફિક સિગ્નલ તોડી પૂરઝડપે આવી રહેલી કાર 6 વાહનો સાથે અથડાઈ હતી ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પાડ્યા હતા જેને ઘટના જાણ સ્થાનિક પોલીસેને થતા પોલીસનો કાફલો ,ફાયરબિગ્રેડ સહિત એમ્બયુલેન્સ દોડી આવી હતી અને ઇજાગસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.


એક અધિકારીએ કહ્યું- અકસ્માતની માહિતી મળતા જ પોલીસ, ફાયર બ્રિગેડના વાહનો અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અમને ગર્ભવતી મહિલા, નવજાત શિશુ સહિત 5 લોકોના મૃતદેહ મળ્યા હતા. જ્યારે 9 લોકો ઘાયલ થયા હતા. તેમાં 6 બાળકો હતા જેમની ઉંમર 1 વર્ષથી 15 વર્ષની વચ્ચે હતી. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્પીડમાં આવતી કારને 37 વર્ષની મહિલા ચલાવી રહી હતી. પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે નિકોલ લિન્ટન વ્યવસાયે નર્સ છે. તે હોસ્પિટલમાંથી ઘરે જતી વખતે તેજ ગતિએ કાર ચલાવી રહી હતી. અકસ્માતમાં તેને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે.

અકસ્માત દરમિયાન સ્થળ પર હાજર એક મહિલાએ પ્રત્યક્ષદર્શી જણાવ્યુ હતુ કે- અચાનક ખૂબ જ જોરદાર અવાજ સંભળાયો. જાણે વિસ્ફોટ થયો હોય. આજુબાજુ જોયું તો કારમાં આગ લાગી હતી. અન્ય કેટલાક વાહનો પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. ત્યારે એક નવજાત શિશુ આવીને મારી સામે પડ્યું. હું ડરી ગયો. મેં તરત જ બાળકને ઉપાડ્યું. મારી સાથે બીજા લોકો પણ હતા. અમે બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું મોત થયું.