ધોરાજીમાં PM મોદીએ ચૂંટણીલક્ષી જંગી જનસભા સંબોધી કહ્યું હુ મારા કામોનો હિસાબ આપવા માટે આવ્યો છો:PM મોદી

0
42

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઇ હવે માંડ 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે. ચૂંટણી ટાણે હવે ભાજપની કમાન વડાપ્રધાન નરેન્દ્રમોદીએ સંભાળી છે અને જુદા -જુદા જિલ્લાઓમાં ઝંઝાવાતો પ્રચાર કરી રહ્યા છે ગતરોજ તેઓ વલસાડ ખાતે વિશાળ જનસભા સંબોધી હતી ત્યાર બાદ આજે સૌરાષ્ટ્રના ધોરાજી ખાતે ચૂંટણીલક્ષી સભા સંબોધી હતી જયાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો વડાપ્રધાન મોદી સંબોધતા કહ્યુ કે આજે ટીવી હોય સોશિયલ મિડિયા બધા પર લોકો એક જ ચર્ચા કરે છે ભાજપની સરકાર ભારે બહુમતથી બનવાની છે ભૂપેન્દ્ર ,નરેન્દ્ર તમામ લોકોના આટલા આર્શીવાદ તમારો લોકોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે બે દાયકાની આપણી સંયુક્ત પુરુષાર્થ ખભેથી ખભો મિલાવીને આપણે જે કામ કર્યુ છે એનો કામ છે આપણા આર્શીવાદ મળતા જ જાય છે ગયા દસકાઓમાં અનેક વખત તમારી વચ્ચે મને આવવાનું મોકો મળ્યો છે પંચાયતથી પાર્લામેન્ટ્રી સુધી ચૂંટણી હોય કે ના હોય મારા માટે ધોરાજી આવવુ એટલે રોજનું કામ હતું અને આજે આપણી પાસે કંઇ માગવા માટે આવ્યો છું અને સાથે સાથે મારા કામનો હિસાબ આપવા માટે પણ આવ્યો છું

 

હું માગવા આવ્યો છું તમારા આર્શીવાદ અને મનભરીને તમે લોકો આર્શીવાદ આપોને તો મારી તાકાત અનેક ઘણી વધી જાય છે કેમ કે ગુજરાતના નાગરિકો કચ્છ કઠિયાવાડના લોકો તમે મારા ટીચર છો અને તમે મારી ટ્રેનિંગ કરી છે ભાઇ બહેનો એક સમય હતો જયારે ગુજરાતમા કોમી દાવાનળમાં છાશવારે હુલ્લડો ,કરફ્યુ છાશવારે ધોરાજીથી અમદાવાદ જવુ હોયને તો પુછવુ પડે ભાઇ કરફર્યુ જેવો તો નથી ને એવી દશામાં આપણે જીવતા હતા માંડ કરીને ગુજરાતમા કોમી દાવાનળને આપણે વિદા.કરી દીધી હતી શાંતિ સ્થાપવામાં આવી છે કોમી દાવાનળને આપણે દેશવટો આપી દીધો વાત નવનિર્માણ ની હોય કે પછી વિદેશમાં નિરયાતની હોય નિવેશ હોય નિર્માણ હોય કે નિરાત હોય આ મારા ગુજરાતનો બઘાયે ડંકો વાગે છે આ તમારા લોકોના પુરુષાર્થના કારણે અને ગુજરાતીઓના જોમ અને જુસ્સાના કારણે આજે ભાજપ સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્ર લઇને આગળ વધી રહ્યુ છે અને આપણું લક્ષ્ય આપણું ગુજરાત વિકસિત બને વડાપ્રધાન પોતાના સંબોધનમાં વિપક્ષને રાહુલ ગાંધી અને મેઘા પાટકરને પણ આડેહાથ લીધા હતા એ બેન જે નર્મદા વિરોધી આંદોલન ચલાવતા હતા ને એમના ખભે હાથ મૂકીને ગતરોજ કોંગ્રેસના એક નેતા પદયાત્રા કરી રહ્યા હતા આ નર્મદા ન હોત તો આમારા કચ્છ કઠિયાવાડનું શું થયું હોત નર્મદા વિરોધીઓના ખભે હાથ મૂકનારા લોકો કયા મોઢે તમે મત માગવા આવો છો આ પ્રશ્રન પૂછવાની વાત કરી હતી નર્મદાનુ પાણી કચ્છ અને કઠિયાવાડ પહોંચે એના માટે આપણે 20 માળ સુધી પાણી ટાંકીમાં ચડાવ્યુ પંપ લાગડાવ્યા આ નર્મદાના પાણીના કારણે 70 લાખ હેકટર અને ખેડૂતોને આપણે પાણી પહોંચાડી શક્યા છે 25 વર્ષમાં અગાઉ પાણી માટે તોફાનો થતા હતા અને રાજકોટથી ટ્રેનો દોડવી પડતી હતી આજે ગુજરાતીઓ પાણીદાર છે.