પાલનપુરમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલનો રોડ-શોમાં મહિલાએ નોંધાવ્યો વિરોધ

0
66

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ ચુક્યો છે હવે 5 ડિસેમ્બરે 93 બેઠકો પર મતદાનનો બીજો તબક્કામાં યોજાશે જેને લઇ તમામ રાજ્કીય પાર્ટીના ઉમેદવારો ધૂમ પ્રચાર પ્રસાર જોતરાઇ ગયા છે આ વખતે ત્રિપાંખિયા જંગ હોવાથી ગુજરાતની ચૂંટણી ખૂબ જ રોંમાચક તબક્કામાં પ્રવેશી છે.તે વચ્ચે પ્રચાર દરમિયાન નિષ્ક્રિય રહેલા નેતાઓ ચૂંટણીટાણે સક્રિય થતા લોકો પણ હવે જાગૃતિ થયા છે અને પોતાના જનપ્રતિનિધ પાસેથી 5 વર્ષનો હિસાબ માગ રહ્યા છે

ત્યારે ઉત્તરગુજરાતના પાલનપુરમાં રોડ શો દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર મહેશ પટેલનો મહિલા દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓનો એવો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી મહેશ પટેલ ધારાસભ્ય છતાય વિકાસના કામો ન થતા મહિલાઓ રોષ ભરાઇ હતી અને રોડ શોમાં જાહેર વિરોધ નોંધાવ્યો હતો તેમજ મહિલાઓ જણાવ્યુ કે અનેક રજૂઆતને લઇ નગરપાલિકામાં જઇએ છે છતાય કોઇ સંભાળ્તુ નથી તમે વિસ્તારમાં કેમ કામ નથી કરતા તેવા પ્રશ્ન કરી ધારાસભ્યનો ઉધડો લીધો હતો