રાજ્સ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચે ગજગ્રાહ આવ્યુ સામે

0
27

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ ગુલાબી ઠંડીમાં રાજકારણ ગરમાયું છે આ વખતે ગુજરાતમાં ત્રિકોણીય જંગ જામ્યો છે અને આ વખતે કોંગ્રેસની સ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી છે જેને મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટીની એન્ટ્રી ગુજરાત ચૂંટણીના મુખ્યનિરીક્ષક અશોક ગહેલોત આ વખતે કમાન સંભાળી રહ્યા છે તે વચ્ચે રાજસ્થાનમાં ફરી એકવાર ઉકળતો ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ફરી આંતરિક વિખવાદ અને જુથવાદ સામે આવ્યો છે ફરી એકવાર અશોક ગહેલોત અને સચિન પાઇલટ વચ્ચે ગજગ્રાહ જોવા મળ્યો છે

 

જેમાં અશોક ગહેલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા છે અને સચિન પાયલટ કયારેક મુખ્યમંત્રી નહી બની શકે સચિન પાયલટ પાસે 10 જેટલા ધારાસભ્ય પણ નથી બીજી તરફ અશોક ગહેલોતના નિવેદન પર સચિન પાયલટએ પલટવાર કરતા કહ્યુ કે મે સંભાળ્યુ છે કે હું નથી જાણતો કે તેમને સલાહ કોણ આપે છે કોને કહેવા પર આ વાતો બોલવામાં આવે છે પહેલા પણ અશોક ગહેલોતે ઘણી વાતો મારા વિષય બોલી રહ્યા છે મને ઘણું બધુ ઘસાતું બોલ્યા ગદ્દાર કહ્યુ અને આરોપો પણ લગાવ્યા હું સમજો છો કે જુઠ્ઠા અને પાયાવિહોણા આરોપ લગાવાની અહીયા જરૂરિયાત નથી આજે જરૂરિયાત આ વાતની છે કે કોંગ્રેસ પાર્ટી કેવી રીતે મજબૂત અને આજે એક બીજા પર આરોપ પત્યારોપ લગાવીએ એ પણ યોગ્ય નથી જુઓ અમે એકજુથ થઇને કામ નહી કરીએ તો આગામી દિવસોમા રાજ્સ્થાનમાં ઘણી તકલીફો થઇ શકે છે.