વિસાવદરના વિસ્તારમાં ગાજવીજ સાથે 4 ઈંચ વરસાદ વરસ્યો

વિસાવદરનાં ખાંભા, પ્રેમપરા, મોણીયા, લાલપુર, વેકરીયા, મોટી મોણપરી સહિતમાં ગુરૂવારે સાંજે મેઘાએ એન્ટ્રી કરી ચાર ઈંચ જેવું પાણી વરસાવ્યું હતું. વિસાવદરમાં 26 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે જૂનાગઢમાં 2 મીમી, વંથલીમાં 5 મીમી નોંધાયો હતો. બીલખામાં પણ ગલીઓમાં પાણી વહેતા થયા હતા. વરસાદનાં પગલે વીજળી ગુલ થઈ જતા લોકો હાલાકીમાં મુકાયા હતા. આ વરસાદથી ઉભા પાકને જીવતદાન મળી ગયું છે. વિસાવદર પંથકમાં વરસાદનાં પગલે ધ્રાફડ અને ઓઝતનાં પાટીયા ખુલ્લા હોય તેમજ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો હોય વિસાવદરનાં ચાર ગામ અને જૂનાગઢનાં થુંબાળાને ટીડીઓ દ્વારા સાવચેત કરાયા છે.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com