મોરબી ઘરે એકલી મહિલાઓને પરેશાન કરવાના કિસ્સામાં પીએસઆઇએ ફરિયાદ ન લેતા એક વર્ષની સજા

મોરબી નામદાર કોર્ટે આજે એક સીમા ચિન્હ રૂપ ચુકાદો આપ્યો છે. જેમાં નામદાર અદાલતે આરોપી પીએસઆઇ અને તેના નિવૃત સરકારી કર્મચારી પિતા તેમજ બે મહિલાઓને એક વર્ષની સજા ફટકારી પીડિત પરિવારને ૨૦ હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં મોરબી તાલુકા પોલીસે ફરિયાદ ન લઇ આરોપી પોલીસ કર્મચારીને બચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતે કોર્ટે ફરિયાદ નોંધવાનો હુકમ કરી આ કેસમાં આકરી સજા ફટકારી હતી.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ તત્કાલીન સમયે રાજકોટ પોલીસમાં ફરજ બજાવતા અને હાલ ભુજમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા મહેશ હરખજી ટેટિયાની બહેન રિસામણે હોય તેથી પીએસઆઇ પરિવારના સભ્યોએ પોતાની બહેનના ચાંચાપર રહેતા સાસરિયાના ઘરે ગત તા. 3-9-2014ના રોજ જઈ આતંક મચાવ્યો હતો. અને પોતાની બહેનની નણંદ અસ્મિતાબેન ભુદરભાઈ પટેલ અને તેની માતા અનસોયાબેનને માર માર્યો હતો. આ બનાવની જેતે સમયે પીએસઆઇ પરિવારના હુમલાનો ભોગ બનનાર અસ્મિતાબેન ભુદરભાઈ પટેલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવા ગયા હતા. પરંતુ પોલીસે આરોપીઓ પોલીસ પરિવાર હોવાથી માત્ર એનસીની નોંધ કરી હતી. જેથી  ભોગ બનનાર ફરિયાદી અસ્મિતાબેને જિલ્લા પોલીસ વડા સમક્ષ પણ ફરિયાદ કરવા છતાં પોલીસે ફરિયાદ ન લેતા અંતે અસ્મિતાબેને પોતાના વકીલ નરેન્દ્રસિંહ જે. ઝાલા  મારફત નામદાર મોરબી કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા અરજ કરતા નામદાર અદાલતે આ કેસમાં આરોપી પીએસઆઇ મહેશ હરખજી ટેટિયા અને તેના પિતા હરખજી હરજીભાઈ ટેટિયા, ભગવતીબેન હરખજી ટેટિયા તથા ઊર્મિલા હરખજી ટેટિયા સહિતના સામે ફોજદારી કાર્યરિતિ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી આ કેસ ચલાવ્યો હતો જેમાં આજે પીએસઆઇ અને તેના નિવૃત સરકારી કર્મચારી પિતા તેમજ બે મહિલાઓને કસૂરવાર ઠેરવી એક વર્ષની સજા ફટકારી પીડિત પરિવારને ૨૦ હજાર વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.
Att

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com