સરકારી નોકરીના લોભમાં પિતા બન્યો રાક્ષસ, પાંચ મહિનાની માસૂમને કેનાલમાં ફેંકી દીધી; દંપતીની ધરપકડ

0
89

રાજસ્થાન સરકારમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા એક વ્યક્તિએ તેની 5 મહિનાની દીકરીને કેનાલમાં ફેંકી દીધી. પોલીસે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ કામદારે તેની પુત્રીને ઈન્દિરા ગાંધી કેનાલમાં ફેંકી દીધી હતી જેથી કાયમી નોકરી મેળવવામાં કોઈ અડચણ ન આવે. આ ગુનામાં તેની પત્નીએ પણ તેના પતિને સાથ આપ્યો હતો.

ઘટના બિકાનેર જિલ્લાના છત્તરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. રવિવારે સાંજે દંપતીએ તેમની બાળકીને કેનાલમાં ફેંકી દીધી હતી. બિકાનેરના એસપી યોગેશ યાદવે જણાવ્યું કે તેમની પુત્રીની હત્યાના આરોપમાં આજે દંપતીની ધરપકડ કરવામાં આવી છે. પત્ની સાથે કોન્ટ્રાક્ટ પર સરકારી નોકરી મેળવવા માટે યુવકે આ પગલું ભર્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે 36 વર્ષીય ઝવેરલાલ મેઘવાલ હાલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને કાયમી સેવા મેળવવાની આશા રાખે છે. આ દંપતીને પહેલાથી જ બે બાળકો હતા. રાજ્ય સરકારની બે સંતાનની નીતિને કારણે ત્રીજા બાળકનો જન્મ થતાં જ વ્યક્તિને કાયમી નોકરી મળવાની આશંકા હતી. જેના કારણે તેણે તેની પત્ની સાથે મળીને આ પગલું ભરી લીધું હતું અને બાળકીને કેનાલમાં ફેંકી દીધી હતી.

બિકાનેરના પોલીસ અધિક્ષક યોગેશ યાદવે જણાવ્યું હતું કે તેમની પુત્રીની હત્યાના આરોપમાં સોમવારે દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે છત્તરગઢ પોલીસ સ્ટેશનમાં ઝવેરલાલ મેઘવાલ અને તેમની પત્ની ગીતા દેવી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 302 અને 120B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.