અમદાવાદમાં ગૌવંશના અવશેષો મળતા સ્થાનિકોમાં રોષ

0
79

રાજ્યમાં એક તરફ લમ્પી વાયરસે માથું ઉચકાતા ટપોટપ ગાયોનું મોત નિપજી રહ્યા છે તો બીજી તરફ ગાયના હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં આવેલા ગોવિદવાડી ખાતે મહાદેવ મંદિરની સામે ગૌવંશના અમુક અંગ મળી આવ્યા હતા જેને લઇ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી સવારની સુમારે મળી આવેલા ગૌવંશના અંગોને સ્થાનિકો રામધૂન બોલાવી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો ઘટનાને પગલે ઉચ્ચઅધિકારી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો ઘટના પગલે કોઇ અઇચ્છનિય બનાવ ન બંને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

ગૌવંશ મળી આવતા સમ્રગ વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે લોકો ધંધા રોજગાર બંધી રાખી વિરોધ નોંધાવી રહ્યા છે, ઉગ્ર સૂત્રોચાર કરી અસામાજિક તત્વોને ઝડપવાની માગ કરી રહ્યા છે. તેમજ હિન્દુ સંગઠનમાં આ ઘટનાને લઇ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે , પોલીસદ્ગારા સમ્રગ ઘટનાસ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સમ્રગ વિસ્તારમાં શાંતિ ન ડહોળાય તે માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યુ છે.

આ અંગે પોલીસ ઉચ્ચઅધિકારી જણાવ્યુ હતુ કે પોલીસને સમ્રગ ઘટનાની જાણ થતા દોડી આવી હતી ઘટનાનું પંચનામુ કરી સીસીટીવી મેળવાની તજવીજ હાથધરવામાં આવી છે પોલીસે પ્રથામિક રીતે અસમાજિક તત્વોને ઓળખ પણ કરી લીધી છે જે માણસો આ કૃત્યમાં જવાબદાર છે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે