આ દેશમાં જયારે પ ટનના હાથીને સરેઆમ ફાંસી પર લટકાવાયો હતો! જાણો કેમ

0
71

વિશ્વના અનેક દેશોમાં જધન્ય અપરાધ બદલ ફાંસીની સજા આપવામાં આવે છે. પરંતુ કોઇ જાનવરને ફાંસીની સજા આપવાનો કિસ્સો અમેરિકામાં બન્યો હતો. જયાં સરેઆમ હાથીને ફાંસીની સજા આપવાના નિર્ણયનું મોટી સંખ્યામંા લોકોએ સમર્થન કર્યુ હતું. આ ઘટના ૧૯૧૬ની છે. તે સમયે અમેરિકાના ટેનેસી રાજયમાં મૈરી નામના હાથીને હજારો લોકોની હાજરીમાં ફાંસી આપવામાં આવી હતી.

હાથીને ફાંસી આપ્યા પાછળ અજબ કિસ્સો છે. વાસ્તવમાં ચાર્લી સ્પાર્ક નામનો વ્યકિત ટેનેસીમાં સ્પાકર્સ વર્લ્ડ ફેમસ શો નામનું સર્કસ ચલાવતો હતો. જેમાં મૈરી નામના એશિયાઇ હાથી સહિતના જાનવરો હતા. હાથીનું વજન લગભગ પ ટન હતું અને તે સર્કસનું મુખ્ય આર્કષણ હતો. દરમ્યાન એક દિવસ મૈરીના મહાવતે કોઇ કારણોસર નોકરી છોડી દીધી હતી. તેના સ્થાને લવાયેલા બીજા મહાવત અંગે મૈરી હાથીને જાણકારી નહતી. જેથી તેને કંટ્રોલ કરવામાં નવા મહાવતને મુશ્કેલી પડતી હતી.

દરમયાન એક દિવસ સર્કસના પ્રમોશન માટે શહેરમાં પરેડનું આયોજન કરાયું હતું. જેમાં મેરી હાથી સહિત અન્ય જાનવરોને પણ સામેલ કરાયા હતા. શહેરની વચ્ચોવચ્ચથી પરેડ નીકળી હતી. રસ્તામાં મેરી હાથીએ ખાવાની કેટલીક વસ્તુઓ જોઇને તે તરફ ઝડપથી ચાલવા લાગ્યો. તેને રોકવાની મહાવતે કોશિશ કરી પરંતુ હાથી માન્યો નહી. આથી તેને કંટ્રોલમાં કરવા મહાવતે તેના કાન નીચે ભાલો માર્યો. આથી ગુસ્સે ભરાયેલ હાથીએ મહાવતને નીચે પટકી દીધો અને તેને પોતાના વિશાળકાય પગ નીચે કચડી નાંખ્યો. આ ઘટનામાં મહાવતનું મોત થયું અને લોકોમાં ભાગદોડ મચી ગઇ. આ ઘટના બાદ કેટલાક લોકોએ હાથીને મારી નાંખવાનો હોબાળો કર્યો હતો. બીજા દિવસના અખબારોમાં આ ઘટનાનું વર્ણન પ્રસિદ્વ થતા શહેરમાં હોબાળો મચ્યો હતો. આ ઘટના સંદર્ભ મેરી હાથીને ફાંસી આપવાનું નકકી કરાયું. તેના માટે અન્ય શહેર એરવિનથી ૧૦૦ ટનની ક્રેઇન મંગાવવામાં આવી હતી. આ ક્રેઇનનો મુખ્યત્વે રેલ્વે કેરેજ ઉપાડવામાં ઉપયોગ થતો હતો. લોકો ફાંસીની ઘટના જોઇ શકે તે માટે જાહેર સ્થળે આયોજન કરાયું. મેરી હાથીની મોટી ગર્દનની આજુબાજુમાં ચેઇન બાંધવામાં આવી હતી. જો કે ક્રેઇને હાથીને પાંચેક ફૂટ ઉંચકયો ત્યાં ક્રેઇનની ચેઇન તૂટી ગઇ. ત્યારબાદ બીજી ચેઇન મંગાવીને નિર્દયતાપૂર્વક હાથીની ગરદનને બાંધવામાં આવી. ત્યારબાદ હાથીનું મૃત્યુ ન થયું ત્યાં સુધી, અડધો કલાક તેને લટકાવી રાખવામાં આવ્યો હતો