IND vs SL:ભારતીય મહિલા ટીમે પ્રથમ T20માં શ્રીલંકાને 34 રને હરાવ્યું, જેમિમા બની પ્લેયર ઓફ ધ મેચ

0
64

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે અહીં પ્રથમ T20Iમાં શ્રીલંકાને 34 રને હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓપનર શેફાલી વર્મા (31) અને પ્લેયર ઓફ ધ મેચ જેમિમાહ રોડ્રિગ્ઝ (36*)ની ઉપયોગી ઇનિંગ્સને કારણે 20 ઓવરમાં 6 વિકેટે 138 રન બનાવ્યા હતા.

આ પછી શ્રીલંકા સામે સ્પિનર ​​રાધા યાદવે (2/22) શાનદાર બોલિંગ કરીને બેટ્સમેનોને રન બનાવવાની તક આપી ન હતી અને 5 વિકેટે 104 રન જ બનાવી શક્યા હતા. ભારત તરફથી દીપ્તિ, પૂજા અને શેફાલીએ 1-1 વિકેટ લીધી હતી.

આ પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી અને 17 રનમાં ભારતની બે વિકેટ પડી ગઈ હતી. સ્મૃતિ મંધાના (1) અને મેઘના (0) સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે (22) શેફાલીને સારો સાથ આપ્યો અને ટીમને 50નો આંકડો પાર કરાવ્યો. બંનેના આઉટ થયા બાદ જેમિમાએ રિચા (11) અને પૂજા (14) સાથે નાની મહત્વની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 138 રન સુધી પહોંચાડ્યો હતો.

જેમિમાએ 27 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. 139 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમને શરૂઆતથી જ દબાણમાં રાખ્યું અને નિયમિત અંતરે વિકેટો પડતી રહી. 54 રન આવ્યા ત્યાં સુધીમાં શ્રીલંકાની ટીમે તેની 4 વિકેટ ગુમાવી દીધી હતી. કવિશા દિલહારીની અણનમ 47 રનની મદદથી ટીમને 100 રનનો આંકડો પાર કરવામાં મદદ મળી હતી. હવે બીજી T20 મેચ 25 જૂને દાંબુલામાં જ રમાશે.