ભારતે પાકિસ્તાનને 203 રનથી હરાવ્યુઃ WC સેમીફાઈનલ

અંડર-19 વર્લ્ડકપની સેમીફાઈલમાં મંગળવારે ભારતે પાકિસ્તાન સામે 272 રનનો ટાર્ગેટ મુક્યો હતો. આ મેચમાં ભારતનો વિજય થયો છે. ભારતે પાકિસ્તાનને 203 રનથી હરાવ્યું છે. પાકિસ્તાનની ટીમ 69 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન અલી જફરયાબ એક રનમાં જ આઉટ થઈ ગયા હતા. પાકિસ્તાનની ઈનિંગની શરૂઆતમાં 12માંથી 6 ઓવર મેડન રહી હતી. તે પહેલાં ભારત તરફથી ખૂહ સારુ પર્ફોમ કરનાર શુભાન ગિલે 102 રન કર્યા હતા. 2014 પછી પહેલીવાર ભારત- પાકિસ્તાન વચ્ચે અંડર-19ની ટૂર્નામેન્ટ રાખવામાં આવી છે.

ગિલની સદી એટલા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણકે તેમણે બે દિવસ પહેલાં જ આઈપીએલ ટીમ કોલકતા નાઈટ રાઈટર્સે તેને ખરીદ્યો છે. ગિલ રાઈટ હેન્ડર છે અને આ વખતે તેણે પાકિસ્તાન સામે 94 બોલમાં 100 રન કર્યા છે અને તેમાં તેણે 7 ચોક્કા લગાવ્યા છે.
કેપ્ટેન શો અને તેમના સાથી ઓપનર મનજોત કાલરાએ ટીમ ઈન્ડિયાની શાનદાર શરૂઆત કરી હતી. શોએ 41 જ્યારે કાલરાએ 47 રનની ઈનિંગ રમ્યા છે. જોકે ત્રણ બેટ્સમેન પ્લેયર સિવાય બાકીના અન્ય ખેલાડીઓએ સામાન્ય કોન્ટ્રીબ્યૂશન આપ્યું છે.
ઓલ રાઉન્ડ રોયએ 33 રન બનાવ્યા છે. ટોસ ટીમ ઈન્ડિયાએ જીતીને બેટિંગનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી આ ટૂર્નામેન્ટમાં આ પહેલી સેનચ્યૂરી છે. આ પહેલાં કેપ્ટન શોએ 94 રન બનાવ્યા હતા.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com