ભારત-ઓસ્ટ્રેલિયાની વચ્ચે આજે નાગપુરમાં જંગ

ચોથી મેચમાં જીત બાદ ઓસ્ટ્રેલિયા પણ લડાયક મૂડમાં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ વનડે મેચોની શ્રેણીની પાંચમી અને અંતિમ વનડે મેચ આવતીકાલે નાગપુરમાં રમાનાર છે. ભારત વર્તમાન શ્રેણીમાં ૩-૧ની લીડ ધરાવે છે અને વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ શ્રેણી ૪-૧થી જીતી જવા માટે તૈયાર છે. બીજી બાજુ બેંગલોર ખાતે રમાયેલી ચોથી મેચમાં જીત મેળવી લીધા બાદ પ્રવાસી ઓસ્ટ્રેલિયાની ટીમ વધુ એક મેચ જીતીને ટ્વેન્ટી શ્રેણી પહેલા આત્મવિશ્વાસ હાંસલ કરવા માટે ઇચ્છુક છે.

બીજી બાજુ ઓસ્ટ્રેલિયા તેની છાપને અને લાજને જાળવી રાખવાના ઇરાદાથી મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયાએ શ્રેણી ગુમાવી દીધી હોવા છતાં બે શક્તિશાળી ટીમો આમને સામને હોવાથી બન્ને ટીમોની એકબીજાની સામે અગ્નિપરીક્ષા થનાર છે. બન્ને ટીમોમાં એકથી એક સ્ટાર ખેલાડી હોવાથી ક્રિકેટ ચાહકોને આ શ્રેણીમાં જોરદાર જગ જોવા મળે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જો કે પ્રથમ ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાના તમામ ધરખમ ખેલાડી અને ભારતના સ્ટાર ખેલાડી પણ પોતાની ક્ષમતા સાથે રમી શક્યા નથી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે હાલમાં જ શ્રીલંકામાં તેની જ જમીન પર તેની સામે વનડે શ્રેણી૫-૦થી જીતી લીધી હતી. જેથી ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વધુ ઉંચા નૈતિક જુસ્સા સાથે ઘરઆંગણેની વનડે શ્રેણીમા મેદાનમાં ઉતનાર છે.

આવતીકાલની મેચમાં બન્ને ટીમો એકબીજાને પછડાટ આપવા માટે પોત પોતાની વ્યુહરચાન તૈયાર કરી ચુકી છે. તમામ ચાહકોની નજર વિરાટ કોહલી, રોહિત શર્મા, મહેન્દ્રસિંહ ધોનીકેએલ રાહુલ પર કેન્દ્રિત રહેશે. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ સ્ટીવ સ્મિથના નેતૃત્વમાં મેદાનમાં ઉતરનાર છે. ટીમમાં ડવિડ વોર્નર અને ગ્લેન મેક્સવેલ જેવા મેચ વિનર સ્ટાર ખેલાડી છે. બન્ને ટીમોના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો ભારત કરતા ઓસ્ટ્રેલિયા ખુબ આગળ છે. બન્ને વચ્ચે ૧૨૭ મેચો રમાઇ છે. જે પૈકી ઓસ્ટ્રેલિયાએ ૭૨ મેચો જીતી છે. જ્યારે ભારતે ૪૪ મેચો જીતી છે. આ મેચો પૈકી ઓસ્ટ્રેલિયામાં ૪૭ મેચો રમાઇ છે જે પૈકી ઓસ્ટ્રેલિયાએ ૩૪ મેચો જીતી છે. ભારતમાં પણ કુલ ૫૬ મેચો રમાઇ છે જે પૈકી ઓસ્ટ્રેલિયાએ ૨૬ અને ભારતે ૨૪ મેચો જીતી છે. બન્ને દેશો વચ્ચે વર્લ્ડ કપમાં સાત મેચો રમાઇ છે જે પૈકી ઓસ્ટ્રેલિયાએ સાત અને ભારતે ત્રણ મેચો જીતી છે. બન્ને દેશો વચ્ચે પ્રથમ વનડે મેચ છટ્વી ડિસેમ્બર ૧૯૮૦ના દિવસે રમાઇ હતી. જે મેચમાં ભારતે ૬૬ રને જીત મેળવી હતી. છેલ્લી મેચ બેગ્લોર ખાતે રમાઇ હતી. જે હાઇ સ્કોરિંગ રહી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. પાંચ મેચોની શ્રેણીની પાંચમી મેચ આવતીકાલે રમાશે. ત્યારબાદ ત્રણ ટી-૨૦ મેચો રમાશેચાઈનામેન કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી છે. કુલદીપે તેની પસંદગીને યોગ્ય ઠેરવી છે. મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ કહી ચુક્યા છે કે, ટીમમાં હાલ રોટેશન પોલિસી ચાલી રહી છે જેથી અશ્વિન અને જાડેજાને આરામ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અક્ષર પટેલ, કુલદીપ અને ચહેલે શ્રીલંકામાં સારો દેખાવ કર્યો હતો જેથી તેમને ટીમમાં જાળવવામાં આવ્યા છે. બન્ને ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય ટીમ આવતીકાલે રમાનારી અંતિમ વનડે મેચમાં બેટિંગ ઓર્ડરમાં ફેરફાર કરી શકે છે. છેલ્લી મેચમાં ધોનીને ખુબજ નીચલા ક્રમમાં ઉતારાયા બાદ ટીમની ટીકા થઇ હતી.

Share

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

Leave a Reply

Your email address will not be published.

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com