ચીન સહિત યુરોપિયન દેશોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે ત્યારે ભારતમાં કોરોનાની ખાસ અસર નહિ દેખાતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હવે 12 વર્ષથી નાનાં બાળકોને કોરોના વેક્સિન ન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે,આ મુદ્દે હજુ સત્તાવાર આદેશ બહાર નથી પડાયો પણ સૂત્રોનું માનીએ તો હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાઈ ચૂક્યો છે.
કોરોના વેક્સિન બનાવનારી બે કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને બાયોલોજિકલ-ઇએ 12 વર્ષથી નાના બાળકોને પોતાની રસી આપવા સરકારની મંજૂરી માગી છે.
બંને કંપનીએ બાળકો પર ટ્રાયલનાં પરિણામ પણ સરકારને આપ્યા છે. આ અંગે આરોગ્ય મંત્રાલયે નિષ્ણાતો સાથે ચર્ચા કરી, જેમાં સામે આવ્યું કે દેશમાં 12 વર્ષથી નાના બાળકો કોરોનાની ત્રણેય લહેરમાં સંક્રમિત તો થયાં પણ તેમનામાં ગંભીર લક્ષણ નહોતાં દેખાયાં તેથી તેમને વેક્સિન આપવી જરૂરી નથી.
દુનિયાભરમાં ક્યાંય પણ નાના બાળકોને વેક્સિનની જરૂર નથી પડી કેમ કે વેક્સિન સંક્રમણની ગંભીરતાથી બચાવે છે, સંક્રમણથી નહીં. અત્યાર સુધી બાળકોમાં સંક્રમણનાં ગંભીર લક્ષણો દેખાયાં નથી. કોરોનાથી બાળકોનાં મૃત્યુ પણ લગભગ શૂન્ય છે એટલા માટે તેમને વેક્સિન આપવી યોગ્ય નથી.
આમ બાળકોને રસી આપવી કે નહીં તે મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
બુધવાર, મે 14
Breaking
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો