ગુજરાતમાં ચુંટણીઓ પૂર્વેનું રાજકારણ ગરમાયુ છે અને પક્ષપલટા ની મૌસમ શરૂ થઈ છે અને ભાજપના 6 એપ્રિલના સ્થાપના દીને વધુ કોંગ્રેસીઓ જોડાવાની વાતો વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ 6 એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે છે,તેઓ સાબરમતી આશ્રમ ખાતેથી જ ગાંધી સંદેશ યાત્રાને લીલી ઝંડી આપશે.
ગુજરાતના દરેક જિલ્લામાં ફરશે યાત્રા
આ યાત્રા નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ ખાતે પૂર્ણ થશે. કોંગ્રેસના સેવાદળના કાર્યકરોની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન, હરિયાણામાંથી પસાર થશે અને મહાત્મા ગાંધીજીના શાંતિ સંદેશાને લોકો સુધી પહોંચાડવામાં આવશે,
બીજીતરફ ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ નજીક આવતા ભાજપે હવે ગુજરાત પર ફોકસ વધાર્યું છે. જે પ્રમાણે વર્તમાન સમયમાં ભાજપની ચહલ- પહલ જોતા લાગી રહ્યું છે કે ગુજરાતમાં વહેલી ચુંટણી યોજાઇ શકે છે. જેમાં ભાજપના વર્તમાન કાર્યક્રમોની રૂપરેખા અને વારંવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન. કેન્દ્રિય ગૃહમંત્રી દ્વારા લોકાર્પણ અને ખાતમુર્હૂત કાર્યક્રમો જે દર્શાવે છે કે ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાઇ શકે છે
PM નરેન્દ્ર મોદી 21ની એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે, જેમનો કાર્યક્રમ દાહોદમાં રાખવામાં આવ્યો છે. અહીં તેઓ વિવિધ વિકાસનાં કામોનું લોકાર્પણ કરશે. ચાર રાજ્યોના ભવ્ય વિજય બાદ તેઓ દાહોદમાં આવી રહ્યા છે.
આમ,કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને ભાજપમાંથી નરેન્દ્રભાઈ મોદીની ગુજરાતમાં વધતી મુલાકાતો વહેલી ચૂંટણી આવવાનો નિર્દેશ આપે છે.
બુધવાર, મે 14
Breaking
- Breaking: ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાઉત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મુકવાનો આક્ષેપ
- Breaking: ઓપરેશન સિંદૂર, ભાજપનો દાવો – ‘દુનિયા સમજી ગઈ કે ભારત હવે…’
- Breaking: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ: શરદ પવાર અને અજિત પવાર સાથે આવશે, દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય મંત્રીઓની હાજરી
- Breaking: પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહી પર ઉદિત રાજનું મોટું નિવેદન: મોદી સરકારને સંપૂર્ણ સમર્થન
- Breaking: જમ્મુ એરપોર્ટ અને રેલ્વે સ્ટેશન પર હુમલો નિષ્ફળ: S-400 એ તોડી પાડ્યા અનેક પાકિસ્તાની ડ્રોન
- Breaking: પાકિસ્તાની ડ્રોન હુમલાનો નિષ્ફળ પ્રયાસ, ભારતીય વાયુ સેના રહી ચાંપતી, LoC પર તંગદિલી
- Breaking: પાકિસ્તાની સેનાના અધિકારીઓ આતંકવાદીઓની અંતિમયાત્રામાં હાજર જોવા મળ્યા
- Breaking ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે દિલ્હી એરપોર્ટ પર 90 ફ્લાઇટ્સ રદ, સંપૂર્ણ યાદી અહીં તપાસો