ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની સાથે ભારે ધુમ્મસને કારણે 750થી વધુ ફલાઇટો અને 100થી વધુ ટ્રેનો મોડી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારે ધુમ્મસને કારણે 19 ફલાઇટ રદ પણ કરવામાં આવી હતી. 100થી વધુ ટ્રેનો બે કલાકથી વધુ મોડી પડી હતી. દેશની રાજધાની દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ધુમ્મસને કારણે સવારે દ્રશ્યતા શૂન્ય થઇ જવાને કારણે ફલાઇટ અને ટ્રેનો મોડી પડી હતી.
દિલ્હી એરપોર્ટના અિધકારીઓના જણાવ્યા અનુસાર 19 ફલાઇટ રદ કરવામાં આવી છે અને 760 ફલાઇટ મોડી પડી હતી. સવારે 5.30 વાગ્યે દિલ્હીના પાલમમાં દ્રશ્યતા શૂન્ય હતી. જ્યારે સફદરગંજમાં દ્રશ્યતા ફક્ત 300 મીટરની જ હતી.રેલવે અિધકારીઓના જણાવ્યા અનુસાર 100થી વધુ ટ્રેનો બે કલાકથી વધુ સમય સુધી મોડી પડી હતી. દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(સીપીસીબી)એ જારી કરેલા ડેટા અનુસાર નીચું તાપમાન અને ભારે ધુમ્મસને કારણે સવારના સમયે હવાની ગુણવત્તા ખરાબ હતી. સવારે આઠ કલાકે દિલ્હીનો એક્યુઆઇ 430 હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે દિલ્હીમાં અતિશય ઠંડી સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારોમાં આજે પણ બરફ વર્ષા થઇ હતી. કિલોંગમાં પાંચ સેમી બરફ પડયો હતો જ્યારે ગાંધોલામાં ત્રણ સેમી અને કિન્નોરના કલ્પામાં એક સેમી બરફ પડયો હતો. કિલોંગમાં માઇનસ 6 ડિગ્રી સે. તાપમાન નોંધવામાં આવ્યું હતું.મનાલીમાં 2 ડિગ્રી અને શિમલામાં 6.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

ખરાબ હવામાનને કારણે 270 કિમી લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પરનો ટ્રાફિક થોડાક સમય માટે સૃથગિત કરવામાં આવ્યો હતો. લદ્દાખના દ્રાસમાં માઇનસ 16.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હરિયાણાના હિસારમાં 4.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું