અમદાવાદ : – નોટબંધીને એક વર્ષ પૂરું થવા આવશે ત્યારે વિપક્ષે કાળો દિવસ મનાવાની જાહેરાત કરી છે, ત્યારે આજે ભાજપાએ આ દિવસને ‘કાળાધન વિરોધી દિવસ’ના રૂપમાં મનાવશે.
જેટલીએ આજે કહ્યું કે નોટબંધી કાળાધનની વિરૂદ્ધ એક મોટું અભિયાન હતું. તેના દ્વારા બ્લેકમની પર છેલ્લી તક આપવામાં આવી. તેમણે કહ્યું કે નોટબંધીનો એક હેતુ ‘લેસ કેશ ઇકોનોમી’ને પ્રોત્સાહિત કરવાનું પણ હતું. નાણાં મંત્રીએ એમ પણ કહ્યું કે જીએસટીના માધ્યમથી એક નવો દોર ચાલી રહ્યો છે.
કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે 8 નવેમ્બરના રોજ ભાજપાના નેતા દેશભરમાં કાળાંધનની વિરૂદ્ધ સરકાર દ્વારા ઉઠાવામાં આવેલા પગલાં અંગે લોકોને માહિતગાર કરશે.
ઉલ્લેખનીય છે કે મંગળવારના રોજ વિપક્ષે નોટબંધીને ‘સદીનો સૌથી મોટો ગોટાળો’ કહ્યો હતો. નિર્ણયનો એક વર્ષ પૂરો થવા પર વિપક્ષી દળ 8 નવેમ્બરના રોજ કાળો દિવસ મનાવશે તથા દેશભરમાં વિરોધ-પ્રદર્શન કરશે.
કોંગ્રેસનું કહેવું છે કે નોટબંધીના લીધે અર્થતંત્ર અને નોકરીઓને નુકસાન પહોંચ્યું છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ એ કહ્યું કે 8 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1000 રૂપિયા અને 500 રૂપિયાની નોટોને પ્રચલનમાંથી બંધ કરવાની જાહેરાત કરી હતી.નોટબંધીના નિર્ણયના લીધે અર્થતંત્રની સ્થિતિ ખરાબ છે. બેરોજગારી વધવી છે. અને જીડીપી ઘટ્યો છે.
વિશેષમાં કહ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે નોટબંધીના લીધે જીડીપીમાં બે ટકા ધટાડો આવવાની વાત કરી હતી તે સાચી સાબિત થઇ.